સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આઠ દિવસ માટે સ્વેચ્છિક લોક ડાઉનની જાહેરાત:

તા, ૨૯/૪/૨૧ થી ૬/૫/૨૧ સુઘી ૩૦ જેટલાં વિવિધ એસોસિયનનુ સમર્થન:દૂધની ડેરી સવાર સાંજ બે કલાક ખુલશે... મેડિકલ સ્ટોર સેવાઓ ચાલુ રહેશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:બેકાબુ થઇ રહેલ કોરોના મહામારીની ચેઈન તોડવા માટે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ અને તેની સાથે જોડાયેલા ૩૦ જેટલા એસોસિયનની આજ રોજ કિંમતમલ હોલ ખાતે બેઠક યોજાઇ હતી.
વેપાર ઉદ્યોગ મહામંડળ ધોરાજીના પ્રમુખ લલીતભાઈ વોરાના અધ્યક્ષ સ્થાને મળેલ બેઠકમાં સ્વેચ્છિક લોક ડાઉન પાળવા સર્વ સંમતિ સધાઇ હતી.
 આગામી તારીખ ૨૯ /૪ થી ૬/૫ ગુરુવારથી ગુરુવાર સુધી આઠ દિવસનું સંપૂર્ણ લોકડાઉંન પાળવા નક્કી કરવામાં આવ્યું હતું વિષે જણાવેલ કે તમામ વેપારીઓ આઠ દિવસ માટે પોતાની દુકાનો બંધ રાખશે જોકે મેડિકલ સ્ટોર ૨૪ કલાક ખુલ્લા રહેશે ઉપરાંત દૂધની ડેરીઓ સવારે બે કલાક અને સાંજે બે કલાક ખુલશે શાકમાર્કેટ બંધ રહેશે અને શાકભાજીની ફેરી કરનારા ને છૂટ આપવામાં આવી છે. શેરી મહોલ્લા અને સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા શાકભાજી વેચી શકશે તેઓ કોઈપણ એક જગ્યાએ વધુ સંખ્યામાં એકત્રીત થઈ શકશે નહીં. વેપાર ઉદ્યોગ મહામંડળ ના નિર્ણયને સરકારી અધિકારીઓએ આવકાર્યો હતો અને ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજાએ પોલીસ તરફથી વેપારીઓને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી.

(6:34 pm IST)