સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

અમરેલી જીલ્લામાં કોરોનાથી ૨૪ના મોત

અમરેલીમાં બપોર પછી દુકાનો બંધ રાખીને સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૭ : અમરેલી જીલ્લામાં કોરોનાના દર્દીઓના મોતનું પ્રમાણ અવિરત વધઘટ થઇ રહ્યુ છે. આજે સોમવારે અમરેલીમાં કૈલાસ મુકિતધામમાં ૧૫ તથા ગાયત્રી મોક્ષધામમાં ૩ મોટા આંકડીયાના સ્મશાનમાં ૪ અને કુંડલામાં ૨ કોરોના પોઝીટીવ દર્દી મળી કુલ ૨૪ દર્દીઓની અંતિમવિધિ કરાઇ છે. જ્યારે રાજુલમાં કોરોનાના બે શંકાસ્પદ દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. અને તેના પણ ઘરે મૃત્યુ પામવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે.

આજે મૃત્યુ પામેલામાં અમરેલી શહેરના ૧૦ તથા ઉંટવડના ૪૦ વર્ષના પુરૂષ, બગસરાની શિક્ષણ સોસાયટીના ૬૫ વર્ષના પુરૂષ, બાબરાના દરેડ ગામના ૩૩ વર્ષના પુરૂષ, વિજપડીના ૪૦ વર્ષના પુરૂષ, જુની હળીયાદના ૭૦ વર્ષના પુરૂષ, મોટા કણકોટના ૩૫ વર્ષના મહીલા, લુણીધારના ૫૫ વર્ષના પુરૂષ, બાબરાના ૫૫ વર્ષના મહીલા, અમરેલીના ફતેપુરના મહીલા, વડેરાના ૮૩ વર્ષના પુરૂષ, કુંકાવાવના ૫૨ વર્ષના મહીલા, ઢુંઢીયા પીપળીયાના ૫૮ વર્ષના પુરૂષ, વિસાવદરના શેલણકા ગામના ૭૫ વર્ષના મહિલા દર્દીના મૃત્યુ થયાં છે.

અમરેલી શહેરમાં મધુવન પાર્કમાં ૬૫ વર્ષના પુરૂષ, સુખનાથપરામાં ૬૫ વર્ષના મહિલા, આઇટીઆઇ સામે ૮૨ વર્ષના પુરૂષ, રામવાડીમાં ૫૯ વર્ષના મહિલા, હનુમાનપરાના ૭૫ વર્ષના મહીલા, મન રેસીડેન્સી પાસે ૫૬ વર્ષના પુરૂષ, હનુમાનપરામાં ૯૩ વર્ષના મહિલના મૃત્યુ થયા છે.

શહેરના દરેક વેપારી એસોસિએશનને ખાસ જણાવવાનું કે આવતીકાલે એટલે કે ૨૬/૪/૨૦૨૧ને સોમવારથી તા. ૧૦/૫/૨૦૨૧ને સોમવાર સુધી દરેક વેપારી પોતાની દુકાન સવારના ૮ કલાકથી બપોરના ૨ કલાક સુધી ખુલ્લી રાખશે. બપોર પછી દરેક પોતાની દુકાનો રાખવી માત્ર મેડિકલ સ્ટોર ૨૪  કલાક ખુલ્લા રાખવા અને દૂધની ડેરીઓ સાંજે ૫ થી ૮ ખુલ્લી રાખવી તેમ વેપારી મહામંડળ અમરેલી તથા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ અમરેલીએ જણાવ્યું છે.

(1:15 pm IST)