સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

જુનાગઢમાં હજુ લોકો સમજતા નથી, વધુ ૪૪ શખ્સો સામે કર્ફયુ જાહેરનામા ભંગની કાર્યવાહી

જિલ્લામાં ર૪ કલાકમાં કુલ પ૯ ઇસમો સામે પગલા

જુનાગઢ તા. ર૭ : જુનાગઢમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છતા હજુ લોકો સમજતા નથી શહેરમાં પોલીસે ૪૪ શખ્સો સામે કર્ફયું  જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ સહિત રાજયના ર૦ શહેરોમાં સંક્રમણ વધે નહિ તે માટે ૩૦ એપ્રિલ સુધી નાઇટ કર્ફયું લાદવામાં આવેલ છે. તેમજ સાથે સાથે વિવિધ જાહેરનામા પણ અમલી કરવામાં આવેલ છે.

જુનાગઢમાં જાહેરનામા અને સંચારબંધીનું પાલન થાય તે માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટીની સુચનાથી ડીવાયએસપી જાડેજના માર્ગદર્શનમાં પેટ્રોલીંગ સહિત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છ ે.

જુનાગઢ શહેરમાં પોલીસે વધુ ૪૪ શખ્સો સામે અટકાયતી પગલા લીધા છે જેમાં એડીવીઝન પોલીસે સૌથી વધુ રર શખ્સો સામે  કાર્યવાહી કરી છે.

જયારે બીડીવીઝન પોલીસ દ્વારા ૧૦ શખ્સો સામે અને સીડીવીઝન પોલીસ દ્વારા ૧ર શખ્સો સામે અટકાયતી પગલા લેવામાં આવેલ છે.

તેમજ જિલ્લામાં વિસાવદર, ભેંસાણ, મેંદરડા, બીલખા, વંથલી, શીલ અને માંગરોળ મરીને પોલીસે એક-એક શખ્સ સામે  જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

જુનાગઢ તાલુકામાં ત્રણ શખ્સે સામે પગલા લેવામાં આવ્યા હતા માંગરોળમાં બે અને માણાવદરમાં ત્રણ ઇસમો સામે કાર્યવાહી કરવાની પોલીસને ફરજ પડી હતી.

(1:14 pm IST)