સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

કોરોનામાંથી મુકિત આપોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં હનુમાનદાદાને પ્રાર્થના

મહામારીના કારણે સામુહિક કાર્યક્રમો રદઃ સાદાઇથી ઉજવણીઃ ઘરે બેઠા જ પૂજન-અર્ચન

રાજકોટ તા. ર૭ : 'કોરોના મહામારીથી મુકિત આપો' ની પ્રાર્થના સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઇ રહી છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : અહીં વિંછીયામાં શ્રીરામ ભકત હનુમાનજી મહારાજની જયંતીની સાદાઇથી ઉજવણી થઇ રહી છે. વિંછીયા તથા તાલુકામાં કોરોના મહામારીના પ્રકોપને લીધે આ વર્ષ હનુમાન જયંતિ નિમિતે ધામધુમ અને બટૂક - ભોજનના તેમજ રાત્રી સંતવાણીના કાર્યક્રમો બંધ રાખી માત્ર સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ રહી છે.

સાથે કળીયુગના જાગતા દેવ હનુમાનજી મહારાજને ભકતોએ દવા-પ્રાર્થના કરી છે કે હે દાદા કોરોના રૂપી રાક્ષસને પાતાળમાં મોકલી પીડીત દુઃખી સર્વ માનવ જાતને શાંતા કરો...!!

વાંકાનેર

વાંકાનેર :. જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર, રામવાડીમાં આજે કોરોનાની મહામારી હોય શ્રી હનુમાન જયંતીની ઉજવણી નિજ મંદિરમાં સવારે ભકિતમ ના દિવ્ય માહોલ વચ્ચે થયેલ છે શ્રી હનુમાન જયંતીના પાવન પુણ્યશાળી અવસરે સવારે શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનુ વિશેષ પૂજન અર્ચનવિધિ પૂજારી દ્વારા કરવામાં આવેલ જે પૂજાવિધિમાં શ્રી રામવાડીના અનન્ય સેવક શ્રી મહેશભાઈ વડેરા બેઠા હતા તેમજ શ્રી હનુમાન જયંતી ના અવસરે દર વર્ષ પાંચ કુંડનો હોમાત્મક યજ્ઞ સુંદરકાંડનો યોજાઈ છે પરંતુ હાલ કોરોનાની મહામારી હોય વિધિ માટે શ્રી હનુમાનજીદાદાના નિજ મંદિરમાં એક કુંડમાં સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞ યોજાયેલ, તેમજ બપોરે બપોરે ઢોલ નગારા સાથે દાદા ની દીપમાળા સાથે મહા આરતી કરવામાં આવશે આજરોજ ભાવિક ભકતજનો માટે દર્શન બંધ છે , જોડિયા ની ધાર્મિક જનતાને વિનતી કરવામાં આવેલ છે સહુ હરી ભકતજનો ઘર બેઠા શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરી દાદાનુ પૂજન ધરે કરજો જે યાદી હર્ષદભાઈ વડેરાની યાદીમાં જણાવાયું છ.

વેરાવળ

વેરાવળ-પ્રભાસ પાટણ :.. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી હનુમાન જન્મોત્સ્વના દિને હાલની વૈશ્વિક મહામારીના નિવારણ અર્થે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે પ દિવસનો અખંડ  અમૃત સંજીવની મહામૃત્યુંજય જપ-યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. પ દિવસ સુધી ચાલનાર આ યજ્ઞમાં ર૪ કલાક મહામૃત્યુંજયના મંત્ર-જપ સાથે હોમ કરવામાં આ પ દિવસના યજ્ઞમાં સવાલક્ષ મહામૃત્યુંજય જપ-યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવશે. આપ પણ ઘરે બેઠા મહામૃત્યુંજયના જપ કરી આ ભગવત કાર્યમાં જોડાઇ શકશો. વિશેષમાં શ્રી હનુમાન જન્મોત્સ્વ નિમિતે સાંજના ૪ વાગ્યે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદરકાંડ પાઠ સોશ્યલ મીડીયા ફેસબુક, યુ-ટયુબ મારફત જોડાઇ શકશો.

(11:37 am IST)