સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

ઉના પંથકમાં કોરાનાનું વધતુ જોરઃ ૧રદિ'માં પ૦ના મૃત્‍યુ

સ્‍મશાનમાં મૃતદેહોના અગ્નિસંસ્‍કાર માટે લાઇનોઃ ૧૦ દિવસમાં કોરાના પોઝીટીવના ર૦૦ થી વધુ કેસોઃ કોરાનાના કેસ અંગે સત્તાવાર આંકડા જાહેર થતા નથી ?

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૭: ઉના પંથકમાં કોરાનાનું જોર વધતુ જાય છે. ૧ર દિવસમાં કોરાનાથી અંદાજે પ૦ દર્દીઓના મૃત્‍યુ થયાનું બિન સત્તાવાર જાણવા મળે છ.ે સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના કોરાના આંકડા જાહેર કરાય છે. પરંતુ ઉના ગીરગઢડાના વિગતવાર કોરાનાના કેસની સતાવાર માહીતી જાહેર કરાતી નથી. ઉના પંથકમાં કોરાનાથી મૃત્‍યુ વધ્‍યા છે. ત્‍યારે સ્‍મશાનમાં મૃતદેહોના અગ્નિસંસ્‍કાર માટે લાઇનો લાગે છે. સ્‍મશાનમાં જે મૃતદેહોને અગ્નિસંસ્‍કાર કરવામાં આવે તેમાં કોરાનાથી મૃત્‍યુ થયેલ દર્દી ઉપરાંત અન્‍ય કુદરતી રીતે મૃત્‍યુ થયેલ વ્‍યકિતના મૃતદેહોના અગ્નિસંસ્‍કારમાં સમાવેશ થાય છ.ે ઉના વચ્‍ચે ગીરગઢડામાં પણ કોરાનાથી મૃત્‍યુ વધી રહ્યાનું જાણવા મળે છે.સત્તાવાર જાહેર થયેલ નથી. ઉના અને ગીરગઢડા પંથકમાં ૧૦ દિવસમાં નવા ર૦૦ થી વધુ કોરાના પોઝીટીવ કેસ હોવાનું જાણવા મળે છ.ે ઉનામાં બિનસત્તાવાર દિવસમાં પ૦ વ્‍યકિતઓના કોરાનાથી મૃત્‍યુ નીપજયાનું બહાર આવ્‍યું છ.ે

(11:13 am IST)