સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

જુનાગઢ જિલ્‍લામાં કોરોનાના નવા રપ૯ કેસઃ પાંચ દર્દીના મૃત્‍યુ

રર૦ દર્દીએ કોરોનાને આપી માત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૭ : કોરોનાના નવા રપ૯ કેસોનો વધારો થવાની સાથે પાંચ દર્દીના મૃત્‍યુ નિપજતા હાહાકાર મચી જવા પામ્‍યો છે.

 

જુનાગઢ શહેર અને જિલ્લામાં વેપારીઓ, ધંધાર્થી વગેરે દ્વારા સ્‍વૈચ્‍છિક લોકડાઉન છે. આમ છતાં સંક્રમણ ઘટવાને બદલે વધવા પામેલ છે.

જુનાગઢ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છ. સોમવારે નવા સપ્તાહના પ્રથમ દિવસે જુનાગઢ સીટીના નવા ૧૩૭ કેસ સહિત જિલ્લામાં કુલ રપ૯ કોરોનાના કેસનો વધારો થવા પામ્‍યો છ.ે

કોરોનાના કેસ ઝડપભેર વધવાની સાથે પાંચ કોવીડ દર્દીને કોરોના ભરખી ગયો છ.ે જેમાં જુનાગઢ શહેરના ત્રણ અને કેશોદ તથા માણાવદરના એક-એક દર્દીના મોતનો સમાવેશ થાય છ.ે

જો કે, ર૪ કલાકમાં સારી બાબત એ રહીછે કે જુનાગઢ જિલ્લામાં રર૦ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છ.

(11:12 am IST)