સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th April 2021

મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે ૫૦૦૦ માસ્કનુ વિતરણ :શહેરના વિવિધ હનુમાન મંદિરોએ આરાધના કરી હનુમાન જયંતિની ઉજવણી કરાશે

ન.પા. વોર્ડ નં.૭ ના પૂર્વ કાઉન્સિલર ભાવીન ગીરીશભાઈ ઘેલાણીના સહયોગથી હનુમાન જયંતિની પ્રેરક ઉજવણી

મોરબી : વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કોરોનાની મહામારી મા પણ સર્વજ્ઞાતિય વિવિધ સેવા પ્રદાન કરવા મા આવી રહી છે ત્યારે હનુમાન જયંતિ ના પાવન પર્વ નિમિતે કોરોનાની મહામારી ના પગલે સંસ્થાના અગ્રણી ભાવીન ગીરીશભાઈ ઘેલાણી (પૂર્વ કાઉન્સિલર-મો.ન.પા.) ના સહયોગથી આખો દીવસ સર્વજ્ઞાતિય ૫૦૦૦ માસ્કનુ જલારામ મંદિર ખાતેથી વિતરણનુ આયોજન કરવામા આવેલ છે તેમજ સંસ્થાના અગ્રણીઓ શહેરના વિવિધ હનુમાન મંદિરો મા હનુમાનજી મહારાજની આરાધના કરી સમગ્ર વિશ્વને આ મહામારીના સંકટમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામા આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયા સહીતનાઓ એ જણાવ્યુ છે. તેમ જલારામ સેવા મંડળ ના પ્રમુખ નિર્મિત ભાઇ કક્કડ ની યાદીમાં જણાવાયું છે.

(9:31 am IST)