સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th April 2019

મોરબીઃ પ્રાથમિક શાળાઓમાં ૩૫ દિવસનું ઉનાળુ વેકેશન

મોરબી તા.૨૭: રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકિય પ્રવૃતિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે  છે અને ચાલુ વર્ષે ૦૬-૦૫ થી વેકેશન શરૂ થશેે.

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા. ૬ મે થી ઉનાળુ વેકેશન શરૂ થશે અને ૩૫ દિવસનું વેકેશન તા. ૯ જુન ના રોજ પૂર્ણ થશે તેમજ તા. ૧૦ જુનથી તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે જે વેકેશન અંગે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર પાઠવીને સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો તેમજ તમામ શાળાઓને જાણ કરવાની રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે.

(11:43 am IST)