News of Saturday, 27th April 2019
શાપર-વેરાવળ પંથકની સગીરાને નવલ રાજસ્થાની ભગાડી ગયો
રાજકોટ તા. ર૭ : શાપર-વેરાવળ પંથકની પરપ્રાંતીય સગીરાને રાજસ્થાની યુવાન ભગાડી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે. પ્રાપ્ય વિગતો મુજબ શાપર-વેરાવળ પંથકની ૧૭ વર્ષની સગીરાને ગુલાબ ઓઇલ મીલમાં કામ કરતો નવલ રે. રાજસ્થાનવાળો બદકામના ઇરાદે ભગાડી જતા સગીરાના પિતાએ ઉકત શખ્સ સામે ફરીયાદ કરતા શાપર-વેરાવળ પોલીસે આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એકટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:41 am IST)