મોરબીના જેતપરમા ત્રણ શખ્શોએ રિક્ષાચાલકને લાકડીથી માર માર્યો
પેસેન્જર ભરવા બાબતનો ખાર રાખીને બાઈક આડું નાખીને રિક્ષાના કાચ તોડીને ચાલકને લાકડીથી માર માર્યો
મોરબી તાલુકાના જેતપર ગામ નજીક રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ રિક્ષા ચાલકને લાકડી વડે મારમાર્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાય છે.
મળતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા આરીફ ગનીભાઈ ઉમરેટીયા (ઉ.૩૨) રિક્ષા ચલાવતો હોય અને તેને નિજામ હેદર મિયાણા રહે- વિસીપરા અને બે અજાણ્યા માણસોએ ત્રણ સવારી મોટર સાઈકલ પર આવીને આરીફ સાથે અગાઉ રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી આરીફ પોતાની રિક્ષા જીજે ૩૬ યુ ૭૦૮૬ વાળીમાં પેસેન્જર લઇ જતો હોય દરમિયાન જેતપર ગામ નજીક નિજમ અને બે અજાણ્યા માણસોએ મોટર સાઈકલ રિક્ષા આડું રાખીને રિક્ષાન કાચ તોડી આરીફને નીચે ઉતારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસે મથકમાં નોંધાય છે.મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.