સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 27th March 2023

જખૌના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી મુસ્‍લિમ શખ્‍સને ઝડપી પાડતી જામનગર એસઓજી

જામનગર તા.ર૭ : જખૌ મરીન પોલીસ સ્‍ટેશન જી.પમિ કચ્‍છ ભુજના બી-પાર્ટ ગુ.ર.નં. ૧૧ર૦પ૦૦ ૭ર૩૦ ૦૧ર-ર૦ર૩ એનડીપીએસ એકટ કલમ ૮(સી), ર૦(બી), ર૯ મુજબનો ગુનામાં નાસતા ફરતા આરોપી અલતાફ નારમામદ સફીયા (ઉ.વ.૩૦) રહે. ધરારનગર જામનગર વાળો ધંધો ડ્રાઇવીંગ હાલ ધરાનગર-ર મેઇન રોડ ઉપર આવેલ સઇદી હોટલ પાસે ઉભો છે. જેથી સદર જગ્‍યાએ જતા આરોપી મળી આવેલ હોય  આરોપીને હસ્‍તગત કરી આગળની કાર્યવાહી થવા માટે સીટી બી  ડીવી પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. બી.એન.ચૌધરી તથા પો.સબ.ઇન્‍સ. જે.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

(2:03 pm IST)