સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th March 2021

ધોરાજીમાં ધુળેટી પર્વ પર દારૂની રેલમછેલ થાય એ પહેલા ૭૮ હજારના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેતી પોલીસ

ધોરાજી:રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓ તથા જેતપુર ડીવીઝનના  એ.એસ.પી. સાગર બાગમારનાઓ સુચનાથી પ્રોહી જુગારની પ્રવૂતી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ એચ.એ.જાડેજા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ  રમેશભાઇ બોદર તથા રવજીભાઇ હાપલીયા તથા પો.કોન્સ5 રવિરાજસિહ જાડેજા તથા પ્રદિપસિહ ચુડાસમા એમ બધા વાહન ચેકીંગમા હતા  હતા દરમ્યાન બાતમીરાહે ચોકકસ હકિકત મળેલ કે જમનાવડ થી ધોરાજી તરફથી એક ફોર વ્હીલ ગાડીમાં ઇગ્લીશ દારૂ ભરીને આવે છે જે ચોકકસ અને ભરોસા પાત્ર હકિકત મળેલ હોય જેથી જમનાવડ રોડ ઉપર વોચમાં રહી રેઇડ કરતા ઇગ્લીસ દારૂ નો જથ્થો મળી આવતા ધોરાજી પોસ્ટે મા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે  
આરોપીમાં (૧) યાસીન ઉર્ફે  લીંડી ઉર્ફે ટકો ઇસ્માઇલભાઇ સર્વદી જાતે ફકીર રહે.ધોરાજી બહારપુરા પાંચપીરની દરગાર પાસે(૨)  આજમ અબ્દુલાભાઇ નોબી જાતે સીદીબાદશાહ ઉ.વ.૧૯ રહે.ધોરાજી બહારપુરા ખાટકીવાડા કારવા મંજીલ સામે પકડવા પર બાકી (૩) હનીફ ઉર્ફે અનીયો મજીદભાઇ ગરાણા રહે.ધોરાજી ખીજડાશેરી વાળાને અટક કરવા પર બાકી
કબ્જે કરેલ મુદ્દામાલમાં (૧) રોયલ ચેલેંન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી ની બોટલો નંગ ૩૩ (૨) મેકડોલ સુપીરીયલ વ્હિસ્કીની બોટલ નંગ ૩  (૩) વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફલેવરની બોટલો ૧૧ (૪) મોબાઇલ નંગ-૨  (૫) ઇન્ડીકા કાર એક મળી કુલ રૂપીયા ૭૮,૬૦૦/નો મુદામાલ કબ્જે કરેલ છે  
કામગીરી કરનાર અધિકારી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ધોરાજી  રમેશભાઇ બોદર પો.હેડ કોન્સ   રવજીભાઇ હાપલીયા પો.હેડ કોન્સ   રવિરાજસિહ જાડેજા પો.કોન્સ.
પ્રદિપસિહ ચુડાસમા પો.કોન્સ વિગેરે રોકાયા હતા ઉપરોક્ત બનાવવાની અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે

(10:51 pm IST)