સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th March 2021

ઉનામાં રેડીમેઇડ કપડાની ર બંધ કેબીનો બળીને ખાખ લાખોનું નુકસાનઃ કેબીન પાછળ કચરો સળગાવતા આગ ભભુકી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૭: પોસ્ટ ઓફિસ ચોકમાં ગઇકાલે રાત્રીનાં નવીનભાઇ અરવિન્દભાઇ ભટ્ટની રેડીમેઇટ કપડાની ર બંધ કેબીનોમાં આગ ભભૂકતા ર કેબીનો બળીને ખાખ થઇ ગયેલ અને કેબીનોમાં રહેલ રેડીમેઇડ કપડા સહિત વસ્તુ બળી જતા લાખોનું નુકશાન થયું છે.

પોસ્ટ ઓફિસ ચોકમાં નવીનભાઇ અરવિન્દભાઇ ભટ્ટની ર રેડીમેઇડ કપડાની કેબીનો પાછળ કોઇ અજાણી વ્યકિતઓએ કચરો સળગાવતા આગની જવાળા બન્ને કેબીને અડી જતા આગ ભભૂકી હતી અને કેબીનો તથા કેબીનોની અંદર રેડીમેઇડ કપડા સહિત વસ્તુઓ સળગી જતાં અંદાજે લાખોનું નુકસાન થયું છે.

આ બનાવની જાણ ફાયર બ્રીગેડને કરતા ફાયર બ્રીગેડ સમયસર આવીને આગને કાબુમાં લીધી હતી.

(11:46 am IST)