સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

ધોરાજીમાં પોલીસ આક્રમક મૂડમાં ઘરની બહાર નીકળ્યા તો ખેર નથી..

ડેપ્યુટી કલેકટરે જાહેરમાં આવશ્યક ધારાની ચીજવસ્તુ વેચનારાઓને પાસનું વિતરણ કર્યું

ધોરાજી,તા.૨૭: ધોરાજીમાં કોરોના વ્યાપને કારણે સમગ્ર દેશમાં વડા પ્રધાને ઘરની બહાર ન નીકળવા ખાસ અપીલ કરી છે અત્યારે ધોરાજીમાં જાહેરમાં ખોટા બહાના કાઢીને નીકળતાા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.

તેમજ ડેપ્યુટી કલેકટરે આવશ્યક ચીજવસ્તુ ઓ વેચનારાઓને આઇકાર્ડ આપ્યા છે આઈ કાર્ડ વગર જો કોઈ બહાર નીકળશે તો તેમને પોલીસ પકડી લેશે.

ધોરાજીમાં પોલીસ આક્રમક મૂડમાં આવી છે કોઈપણ વ્યકિત ઘરની બહાર નીકળશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે

ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ જણાવેલ કે સમગ્ર દેશમાં કોરોના નો વાયરસનો વ્યાપ વધ્યો છે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારે લોકોને દ્યરની બહાર ન નીકળવા બાબતે ખાસ સુચના આપી છે અને lockdown જાહેર કર્યું છે ત્યારે લોકો જાહેરનામાનો ભંગ કરી ખોટા બહાના હેઠળ ધોરાજી શહેરમાં તેમજ તાલુકામાં ફરી રહ્યા છે ત્યારે આજ થી કડક હાથે કામ લેવામાં આવશે.

ધોરાજીમાં જનતા કરફ્યુ સંપૂર્ણપણે રહે કોઈપણ વ્યકિત જાહેર માર્ગો પર જોવા ન મળે પણ ઈમરજન્સી સિવાય કોઈ લોકો બહાર ના નીકળે તેવી વારંવાર માઇક દ્વારા જાહેર જનતાને સૂચના આપવામાં આવી છે છતાં પણ લોકો ખોટા બહાના હેઠળ મોટરસાયકલ લઈને રીક્ષાઓ લઈને ફોરવીલ લઈને જાહેરમાં જોવા મળે છે તેઓને તાત્કાલિક અસરથી કડક હાથે કામ કરવામાં આવશે કોઈપણ જાતની શરમ રાખ્યા વિના આવા શખ્સોની સામે જાહેરમાં સખ્ત કાર્યવાહી સાથે ગુનો નોંધીને કાયદાનું ભાન કરાવશે

પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશીએ જણાવેલ કે ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ તાત્કાલિક અસરથી આવશ્યક ધારાની અંદર આવતા કરિયાણાવાળા શાકભાજી ફ્લોર મીલ મેડીકલ ડોકટરો દૂધ તેમજ સેવાકીય સંસ્થાઓ ને આઈ કાર્ડઙ્ગ આપવામાં આવ્યા છે. જેથી ધોરાજી શહેરમાં પાસ ધરાવતા લોકો જ બહાર નીકળી શકશે જેમની પાસે આઈ કાર્ડ નહીં હોય અને બહાર નીકળ્યા છે તો તેમની સામે સખતાઈથી કાર્યવાહી કરવામાં આવશે.

ધોરાજીની જનતાએ કોઈ ઇમરજન્સી કામ હોય દવાખાનાનું કામ હોય અથવા તો કરિયાણું શાકભાજી દૂધ દવાઓ લેવા માટે નીકળ્યા હોય તો વધુમાં વધુ મહિલાઓ જ નીકળે પુરુષો જાહેરમાં નીકળે નહીં અને જાહેરમાં ખોટી રીતે ફરવા નીકળેલા હશે તો તેમને પણ કાયદાનું ભાન કરાવવામાં આવશે.

આ સમયે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી પીએસઆઇ વસાવા મહિલા પી.એસ.આઇ તેમજ દેવશીભાઇ બોરીચા સુરેશભાઈ પટેલ સહિત ધોરાજીનો પોલીસ સ્ટાફ મહિલા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો ગ્રામ રક્ષક દળના જવાનો રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી ૨૪ કલાક સંપૂર્ણ બંદોબસ્ત ધોરાજી શહેરમાં જાળવ્યો છે અને જાહેરમાં નીકળતા લોકોને ઉઠ બેઠ કરવી ને તેમજ ગુનો નોંધીને કાયદાનું ભાન પણ કરાવ્યું છે.

(11:55 am IST)