સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

માધવપુર શાકમાર્કેટમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે શાકભાજીનું વેચાણ

રાણાવાવમાં સેનેટાઇઝર તથા અનાજ વિતરણ

પોરબંદર તા.૨૭ : માધવપુરમાં શાકમાર્કેટમાં સોશ્યલ ડીસ્ટન્સ સાથે શાકભાજીનું વેચાણ કરાયુ હતુ.

સરકારશ્રીના આદેશો અને માર્ગદર્શિકાઓનુ પાલન કરી આ રોગચાળા પર નિયંત્રણ લાવવા માટે સહકાર આપી રહ્યા છે. કોરોના વાઇરસ દરમિયાન સોશયલ ડીસ્ટન્સ રાખવુ સાવચેતી માટે જરૂરી છે. તેની ફેલાવાની શકયતા નહિવત થઇ જતી હોય છે. સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ લોકડાઉન દરમિયાન જયારે પણ આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા લોકો એકઠા થાય ત્યારે પણ દરેક લોકો વચ્ચે જરૂરી અંતર રહે તે માટે સુચન અપાતા પોરબંદર જિલ્લામાં તંત્ર દ્વારા લોકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ માટે જમીન પર માર્કિંગ કરાયા છે અને તે મુજબ લોકોને તેમા ઉભા રહી ખરીદી કરવા જણાવવામાં આવતા લોકો આ સુચનાનુ પાલન કરાવવામાં આવી રહેલ છે.

માધવપુરમાં શાકભાજીના વેચાણને વિતરણ દરમિયાન લોકોએ આ માર્કીંગ પર ઉભા રહી શાકભાજીની ખરીદી કરી હતી. રાણાવાવમાં લોકોને પંડીત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનુ વેચાણ કરેલ એ પુર્વે વસ્તુ લેવા આવનાર લોકોના સેનીટાઇઝરથી હાથ સાફ કરી વસ્તુનુ વેચાણ કરેલ હતુ.

પોરબંદર જિલ્લા કલેકટર ડી.એન.મોદી અને અધિક કલેકટર રાજેશ તન્ના સહિતના વરીષ્ઠ અધિકારીઓએ જિલ્લા તંત્રના સબંધીત અધિકારીઓને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

(11:48 am IST)