સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

મોરબીમાં કોરોના સામે સઘન કામગીરી માટે ઇન્સીડન્ટ કમાન્ડર તરીકે અધિક મેજીસ્ટ્રેટ તથા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટોની નિમણુકો

મહામારી અટકાવવા અંગે મળેલી બેઠકમાં સરપંચ તથા તલાટી ક્રમ મંત્રીઓને સૂચનાઓ અપાઇ

મોરબી,તા.૨૭: કોરોના વાયરસને ફેલાતો રોકવા સઘન કામગીરી માટે ઇન્સીડન્ટ કમાન્ડર તરીકે અધિક મેજીસ્ટ્રેટ અને સબ ડિવીઝન મેજીસ્ટ્રેટની નિમણુકો કરવામાં આવી છે. કોરોના સામે તકેદારી માટે મળેલી બેઠકમાં જીલ્લાના ગામોના સરપંચ તેમજ તલાટછ ક્રમ મંત્રીઓને વિવિધ સુચના આપવામાં આવી હતી.

આ બેઠક બાદ મોરબી જિલ્લામાં આવેલ તમામ વાણિજિયક અને ખાનગી એકમો તાત્કાલિક અસરથી બંધ કરાવવા તથા તે એકમોમાં કામ કરનાર તમામ મજુરો કયાંય પણ જાય નહિ પોતાના વતનમાં હાલમાં પરત ના ફરે તે અંગે તમામ એકમોનાં માલિકને સમજાવવાની જવાબદારી ગામના તલાટી-કમ-મંત્રી તથા સરપંચએ નિભાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની ફેકટરીધારકો,ઙ્ગ કારખાનેદારો તથા ખાનગી માલીકના એકમોને લેખીતમાં જાણ કરવા પણ સુચના અપાઇ છે.

ફળ,ઙ્ગશાકભાજી,કરિયાણા,ઙ્ગદુધ માટે હોમ ડીલેવરીની વ્યવસ્થા, અપવાદરૂપ કિસ્સામાં જો આ દુકાનોએ લોકો સામાન ખરીદવા આવે તો ત્યાં પટ્ટા મારવાં,ઙ્ગસર્કલ કરી સમાન ખરીદતી વખતે એક નિશ્યિત અંતર જાળવે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સુચના અપાઇ છે. ગામમાં તમામ પરિવહન સેવાઓ સ્થગિત કરી કોઈ ખાનગી વાહનો જેવા કે જીપ,ઙ્ગરીક્ષા,ઙ્ગઈકો,ઙ્ગઆંતર ગ્રામ્યના રસ્તાઓઙ્ગપર પરિવહન ના કરે તેની તકેદારી રાખવાની રહેશે.

તમામ શૈક્ષણિક સંસ્થાઓ,ઙ્ગતાલીમ સંસ્થાઓ,ઙ્ગકોચીંગ સંસ્થાઓ,ઙ્ગસંશોધન સંસ્થાઓ બંધ કરવાની રહેશે.ઙ્ગઉપાસનનાં તમામ સ્થળો કોઈપણ અપવાદ વિના બંધ રાખવાના રહેશે.ઙ્ગઅંતિમ સંસ્કારના કિસ્સામાં ૨૦(વીસ) થી વધુ વ્યકિતઓને ભેગું થવાનું રહેશે નહિ.

ગામમાં તા.૧૫ફેબ્રુઆરી પછી આવેલા તમામ વ્યકિતઓની જાણ આરોગ્ય સંભાળ કર્મચારીઓને કરવાની રહેશે,ઙ્ગઆવા લોકોને આરોગ્ય કર્મચારી સુચવે તે અનુસાર હોમ કોરોન્ટાઈન કરવાના રહેશે આ સુચનાનું પાલન ના કરનાર વ્યકિતઓ સામેઆઇપીસી  એકશન ૧૮૮ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્યંત ઈમરજન્સી મેડીકલ સેવા મટે બહારગામ જવાનું થાય તેવા સંજોગોમાં મામલતદાર પાસેથી પાસ મેળવવાનો રહેશે,ઙ્ગજીવન જરૂરિયાતની ચીજવસ્તુનો જથ્થો હોલસેલ વેપારી પાસેથી લાવવા લઈ જવા માટેના વાહનોની અટકાયત ના થાય તથા તે અંગેના પાસ કે અન્ય સુચનાઓ માટે પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ.નો સંપર્ક કરવાનો રહેશે.ઙ્ગસુચનાઓનું ભંગ થયે જવાબદાર વ્યકિતઓની સામે ડિઝાસ્ટર એકટ-૨૦૦૫ની સેકશન-૫૧ થી ૬૦ તદુપરાંતઙ્ગઆઇપીસી એકશન ૧૮૮ મુજબ કાયદાકીય પગલાઓ લેવામાં આવશે.

(11:39 am IST)