સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

કોરોનાની મહામારીને પગલે

મધ્યમ વર્ગોને બેંકોના હપ્તા ભરવા ત્રણ મહિનાની છુટ આપવા ધારાસભ્યની માંગ

સાવરકુંડલા,તા.૨૭: કોરોના વાઇરસ મહામારીના કારણે આર્થિક કટોકટી ની પરિસ્થિતિમાં બેંકના હપ્તા ત્રણ મહિના છૂટ આપવા બાબતે પ્રધાનમંત્રી શ્રીને રજુઆત ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, હાલમાં કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી રોગથી દેશમાં આર્થિક કટોકટીની પરીસ્થિતિ સર્જાઈ છે ત્યારે આમ નાગરીકો, ખેડૂતો, ધંધાર્થીઓ, બિઝનેસ મેનોનાં પોતાના ધંધા રોજગાર બંધ થઇ ગયેલ છે, અને તેઓની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ જવા પામેલ છે, જેમાં આવા ધંધાર્થીઓ, ખેડૂતો, નાના વેપારીઓ, ટ્રાસ્પોર્ટ ના વેપારીઓ અને ઘર વસ્તુઓની નાની વસ્તુઓની લોન ઙ્ગ પોતાના ધંધાનાં વિકાસ અર્થે અને આવાસ માટેની બેંકો અને કોર્પોરેટ બેંકો પાસેથી ધિરાણ મેળવી પોતાના આવાસ અને ધંધાનું ઙ્ગકરી રહેલ હોય ત્યારે કોરોના વાઈરસની આવીઓ ચિંતી આવી પડેલ આફતનાં કારણે તમામ લોકોના ધંધા રોજગાર બંધ થવા પામેલ છે, અને દિન પ્રતિદિન આવક નું પ્રમાણ નીચે જઈ રહેલ છે, જેના કારણે આમ જનતા અને ખેડૂતો તથા બિજનેસમેનો નો સ્થિતિ અત્યંત નાજુક બની જવા પામેલ છે જેના કારણે બેંક માંથી મેળવેલ ધિરાણ લોન નાં હપ્તાઓ પણ ભરી શકાય તેવી સ્થિતિ નાહોય, જેમાં સરકાર શ્રી દ્વારા જરૂરી પગલા ભરી ને આવા લોકોને બેંક માંથી લીધેલ લોન નાં હપ્તા માં ૩ માસ સુધી રાહત આપવામાં આવે અને તેમનું વ્યાજ સરકાર ભરપાઈ કરે તો આવા લોકોને ઙ્ગઆવા સમયે ફાયદો થાય તેમ હોય તેમને અનુલક્ષી ને ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાતે જણાવેલ છે.

આવી મુશ્કેલીના સમયમાં ગરીબો અને મધ્યવર્ગીઓ માટે જો સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય જો કરશે તો લોકોને આવી મુશ્કેલીના સમયમાં થોડી રાહત થશે.

(11:38 am IST)