સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

મોટીમારડ ગામ સંપુર્ણ લોકડાઉન

:.. મોટી મારડ તા. ધોરાજી : ધોરાજી તાલુકાના મોટીમારડ ગામ તથા આજુ બાજુન ગામોમાં કેન્દ્ર સરકારના આદેશ મુજબ સંપૂર્ણ લોકડાઉન રહેવા પામેલ છે. લોકડાઉનમાં કોઇપણ વ્યકિત કારણ વગર બહાર નિકળે તો તેને પોલીસના જવાનો ત્થા જીઆરડી ના જવાનો કોરોનાની ગંભીરતા સમજાવી પ્રેમથી પરત મોકલી સરાહનીય કામગીરી બજાવે છે. દરમ્યાન મોટી મારડ ગામમાં ગામ પંચાયત દ્વારા શેરીએ - શેરીએ હાઇડ્રો કલોરાઇડ સોલ્યુશન નામની દવાનો છંટકાવ કરેલ. જે સેનીટરાઇઝનું કામ કરે છે. તસ્વીરમાં બંદોબસ્તમાં રહેલા જવાનો નજરે પડે છે. (તસ્વીર : મયુર વ્યાસ)

(11:37 am IST)