સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

ભાવનગરના સખી મંડળોનું મહત્વનું યોગદાન

રાહત દરે ૭૦ હજાર માસ્ક બનાવ્યાઃ રપ હજાર માસ્ક જરૂરીયાતમંદ જિલ્લાઓને પહોંચતા કરાયા

ભાવનગર, તા., ૨૭: જિલ્લાની મિશન મંગલ યોજના અંતર્ગત રચવામાં આવેલ સખી મંડળો દ્વારા તાબડતોબ માસ્ક બનાવવાની કામમગીરી હાથથ ધરવામાં આવી છે. આજ સુધી સખી મંડલની બહેનો દ્વારા ૭૦ હજારથી વધુ માસ્ક બનાવ્યા છે તેમજ આ મંડળો દ્વારા અંદાજીત રપ હજાર જેટલા માસ્ક જરુરીયાતવાળા જિલ્લામાં મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરી માટે જીલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરરૂણકુમાર બરનલવાલ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.કે.પટેલ દ્વારા સતત સંકલન  કરી પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહયું છે.

આ બહેનો પોતાની રોજગારીની સાથે સાથે પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી પણ બખુબી નિભાવી રહયા છે. આ કામગીરીમાં હાલ જિલ્લામાં કુલ ૧૬૩ બહેનો જોડાયેલા છે અને પ્રતિ માસ્ક રૂ. ૧૦ના ભાવે આ સખી મંંડળો દ્વારા માસ્ક આપવામાં આવી રહયા છે.

જિલ્લા લાઇવલી હુડ મેનેજર વિજયસિંહ વાઘેલા એ જણાવેલ કે જો આ બહેનોને રો મટીરીયલ આપવામાં આવે તો પ્રતિ માસ  રૂપીયા ચારના નજીવા મહેનતાણાથી માસ્ક તૈયાર કરી આપવાની પણ બહેનોએ તૈયારી બતાવી છે.

(11:23 am IST)