સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

વિરપુર નજીકના કેરાળીના મહંત હંસદાસબાપુની ગરીબ-નિરાધારો માટે ફુડ પેકેટની અનન્ય સેવા

 કેરાળી-વિરપુર,તા.૨૭: કોરોના વાયરસને લઈને વડાપ્રધાન મોદીએ સમગ્ર ભારતમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે ગુજરાત રાજયમાં બીજા રાજયોના લોકો જે રોજગારી તેમજ મજૂરી માટે ગુજરાત આવેલા મજૂરો માટે તેમજ જે લોકો ગરીબ અને નિરાધાર છે. તેમના માટે વીરપુર પાસેના નાનકડા કેરાળી ગામના રામાપીર મંદિરના મહંત હંસદાસબાપુની અનોખી સેવા હાથ ધરી છે.

પૂ.હંસદાસબાપુએ ગરીબ અને નિરાધાર લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી છે જેમાં ૧૦૦ કિલો લોટના ગુંદી-ગાંઠિયા તેમજ પુલાવ ભાત શ્રી રામાપીર મંદિરે બનાવી જે ગરીબ લોકો લોકડાઉનને લઈને જયાં છે ત્યાંજ એટલે કે જે સ્થળે ગરીબ લોકો કે જેમને લોકડાઉનની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવા લોકોને વીરપુર તેમજ આજુબાજુના ગામમાં પૂજય હંસદાસબાપુ તેમજ પાંચપીપળા ગામના સેવાભાવી યુવાનો સ્થળ ઉપર જઈને ભોજન ફૂડપેકેટ આપીને અનોખી સેવા કરી ગરીબ નિરાધાર ભૂખ્યા લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા.

 ભૂખ્યા લોકોએ પૂજય હંસદાસબાપુનો આભાર માન્યો હતો અને લોકોએ પણ હંસદાસબાપુની આ અનોખો સેવા યજ્ઞઙ્ગ બિરદાવ્યો હતો.તે પ્રસંગની તસ્વીર.

(11:20 am IST)