સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th March 2019

બીએસએફના વેસ્ટર્ન કમાન્ડના વડા એડિશનલ ડીજી કચ્છ પહોંચ્યા :સંવેદનશીલ અને વ્યૂહાત્મક સ્થળોએ નિરીક્ષણ કર્યું

સરહદે અસામાન્ય હરકતો વધતા સીમાની સમીક્ષા :બીએસએફ વડા,કચ્છના ડીઆઈજી સહિતના અધિકારીઓ સાથે વિઝીટ લીધી

ભુજ :ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલી અને સરહદે વધતી આતંકી પ્રવુત્તિને પગલે ગુજરાતની સીમાની સમીક્ષા કરવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)નાં વેસ્ટર્ન કમાન્ડના વડા એડીશનલ ડીજી કચ્છ પહોંચ્યા હતા તેમણે ગુજરાત સીમા સુરક્ષા દળનાં આઈજીને સાથે રાખીને ક્રિકમાં હરામી નાળા સહીતનાં સંવેદનશીલ અને વ્યૂહત્મક સ્થળોની મુલાકાત કરી હતી.

  પાકિસ્તાનમાં સિક્યોરિટીને લઇને સતત મિટિંગનાં દોર ચાલી રહ્યાં છે ત્યારે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત આર્મી તેમજ એરફોર્સનાં અધિકારીની ટીમ ગુજરાત-કચ્છની મુલાકાતને ડિફેન્સના જાણકારો મહત્વપુર્ણ માની રહ્યા છે. તેવામાંબીએસએફની પશ્ચિમી કમાન્ડના વડા એવા એડીશનલ ડીજી સુરેન્દ્ર પવાર કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે ગુજરાત બીએસએફના વડા આઈજી જી.એસ. મલિક ઉપરાંત કચ્છ સેકટરનાં ડીઆઈજી તથા અન્ય અધિકારો પણ સાથે રહ્યા હતા

   . સીમા સુરક્ષા દળના ઉચ્ચ અધિકારઓની ટીમ દ્વારા કચ્છનાં ક્રિક એરિયાની, ખાસ કરીને હરામી નાળા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ઈંસ્પેંકશન કરવામા આવ્યું હતું.

ચૂંટણી દરમિયાન ભારત તરફથી કોઈ હરકત કરવામાં આવશે એવી બીકમાં પાકિસ્તાન દ્વારા પણ ગુજરાતની સરહદે સેનાની ગોઠવણ કરવામાં આવી છે. તેવી સ્ફોટક સ્થિતીમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલી મુવમેન્ટ મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે.

(11:30 pm IST)