સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th March 2019

પ્રાથમિક સુવિધાનો અભાવઃ વઢવાણની સિધ્ધનાથ સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

વઢવાણ, તા.૨૭: સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની ચૂંટણીનો બુંગીયો ઢોલ વાગી ચૂકયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા આવે તેવો ઘાટ સર્જાતા વઢવાણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૮માં સ્થાનિકોએ કોઇ પણ નેતાઓએ મત માંગવા ન આવવું તેવા બેનરો લગાવતા ચકચાર ફેલાઇ છે.  વઢવાણ લીંબડી રોડ પર આવેલી સિધ્ધનાથ સોસાયટીના પ્રવેશદ્વારા તેમજ આસપાસમાં આવેલી દુકાનોએ પણ સ્થાનિકો લોકોએ મોટા બેનરો લગાવી રાજકીય પક્ષોના નેતાઓને મત માંગવા આવવાની મનાઇ ફરમાવી દીધી છે. તેમજ ગંદા પાણીના નિકાલની સમસ્યા હલ ન કરનાર નેતાઓને મત માંગવાનો કોઇ અધિકાર નથી તેમજ વિકાસની વાતો કરનાર નેાઓએ મત માંગવા આવવું નહીં તેવું બેનરમાં લખાણ કરતા આ મુદ્દો શહેરમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે.  આ વિસ્તારાં આવેલી સિધ્ધનાથ સોસાયટીમાં આવેલા અંદાજે ૪૦૦થી વધુ મકાનોમાં ૨ હજારથી વધુ લોકો વસવાટ કરે છે પરંતુ છેલ્લા ૭ વર્ષથી રહેતા હોવા છતાં આજ દિવસ સુધીઙ્ગપ્રથમીક સુવિધાઓ નો અભાવ છે ત્યરાએ ત્યાં ના રહેવાસીઓ દવારા ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી અને મોટા બેનરો પોતાના વોર્ડમાં લગાવ્યા હતા.. વઢવાણ પાલિકા વિસ્તારમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરાયું છે પરંતુ હજુ સુધી પાલિકાને સોંપવામાં આવી નથી તેમ છતાં લોકોની ફરીયાદ મળે તો માણસો મોકલી રીપેરીંગ કરાવાની સુચના અપાય છે. પાલિકા દ્વારા વિસ્તારના લોકોને પુરતી સુવિધા મળે તેવા પ્રયાસો કરાય છે.

(3:49 pm IST)