સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th March 2019

જો મોદી સરકાર આવશે તો પાકિસ્તાનમા માતમ, કોંગ્રેસ આવશે તો ફટાકડા-ફૂટશેઃ વિજયભાઇ રૂપાણી

પોરબંદર લોકસભા સીટ માટે જુનાગઢના વંથલીમા ભાજપનુ વિજય સંકલ્પ સંમેલનઃ તમામ સીટ ઉપર નરેન્દ્રભાઇ મોદી ચૂંટણી લડે છે એમ જોઇને મત આપજોઃ જવાહર ચાવડાઃ પત્રકારો વિશે મારાથી કાંઇ બોલાય ગયુ હોય તો માફી માંગુ છુઃ જવાહર ચાવડા

જુનાગઢ, તા.૨૭: પોરબંદર લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વંથલી ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ સમયે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ સંમેલનને સંબોધી કોંગ્રેસને આડે હાથ લીધા હતા. વિજય સંકલ્પ સંમેલનમાં માણાવદર વંથલી મેંદરડા જુનાગઢ વિગેરે વિસ્તારના મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાજપનો કેસરીયો ખેંચતાણ કર્યો હતો અને ભારત માતાની જયના નારા લગાવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવેલ કે પોરબંદર લોકસભા સીટ જીતવા માટે અસંખ્ય કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો છે ત્યારે સૌને હું અભિનંદન પાઠવું છું

વિજયભાઈ રૂપાણી એ દેશહિતમાં વાત કરતા જણાવેલ કે કોંગ્રેસના વખતમાં પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે હમ દેખેંગે હમ સોચેંગે પરંતુ છપ્પનની છાતીવાળો વડાપ્રધાન એમ કહે છે કે એક-એક નેવીને હું મારીશ દેશની સલામતી માટે આપણે સૌને મોદી જશે આ વખતની ચૂંટણી દેશના હિત માટેની ચૂંટણી છે જો મોદી આવશે તો પાકિસ્તાનમાં માતમ હશે અને જો કોંગ્રેસ જીતશે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે જે આપ સૌ એમના નિવેદનો પરથી ચોરી રહ્યા છો પરંતુ સમગ્ર દેશનો માહોલ એક જ મોદી મોદી છે.

કાશ્મીરના પુલવામાં જે હુમલા થયા છેએ હમલા પાકિસ્તાન પ્રેરિત છે આખો દેશ જોવે છે છતાં કોંગ્રેસના મણિશંકર ઐયર અને શામ પિત્રોડા આ હુમલાને ખોટા ગણાવે છે પાકિસ્તાનના વખાણ કરે છે હઝરત બાલ માં આંતકવાદીઓ દ્યૂસી ગયા બિરયાની કોને ખવડાવે છે તે આપ સૌ જાણો છો મુંબઇના હુમલામાં ૧૮૦ લોકોનું મૃત્યુ થયું શું કર્યું કોંગ્રેસે આપ સર્વે જોયું છે ત્યારે આજે આપણે ને છપ્પનની છાતીવાળ વડાપ્રધાન મળ્યા છે આ દેશનો સ્વાભિમાન જોવાનો છે ત્યારે અત્યારથી કામે લાગી જાઓ ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં આગળ છે ત્યારે એક સમય એવો હતો કે માયાવતીને મારવા માટે મુલાયમને કે સામે મેદાનમાં હતા તમામ રાજયોમાં સામસામા બધા હતા આજે ગઠબંધન કરી મોદીને પાડવા માટે સમગ્ર દેશમાં એક થયા છે શું કામે ગયા આપ સૌ જાણો છો ચોકીદારને પાડવા માટે એક થયા છે કોંગ્રેસના વખતમાં કૌભાંડ કૌભાંડ હતા એક ડઝન કોંગ્રેસના મંત્રીઓ જેલમાં હવા ખાતા હતા ઈમાનદારી ખતમ થઈ ગઈ તી એક લાખ ૭૬ હજાર કરોડનો ગોટાળો કોભાંડ બોલો સરકારમાં જોવા મળ્યો છે.

આ સાથે આ વિસ્તારના જવાહરભાઈ ચાવડા અને મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌને આવકાર્યા હતા.

કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવેલ કે આ વિસ્તારમાં હું ત્રણ દાયકાથી મે મજૂરી કરી છે રાજકારણમાં હોવા છતાંય આ વિસ્તારના લોકો સાથે મેં કુટુંબીજનોને બનાવ્યા હોય એવો વહેવાર કર્યો છે હું તમારો કાયમી આજીવન ઋણી રહીશ મારુ ઘર કુટુંબ તમે જ છો

પત્રકાર બાબતમાં મેં કયારેય ખરાબ વિચાર્યુ ન હોય નાની એવી વાત છેલ્લા બે દિવસથી મીડિયાએ મારી જગાવી દીધી છે ત્યારે મીડિયાને વિનંતી કરું છું કે મારાથી કંઈ બોલાય ગયું હોય તો માફી માગું છું.

 સંમેલનમાં ગુજરાત રાજયના પૂર્વ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પોરબંદર લોકસભા ના ઇન્ચાર્જ રમેશભાઈ મોગરા જયંતિભાઈ ઢોલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જસુમતીબેન કોરાટ ભરતભાઈ ગાજીપરા જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા મનસુખભાઈ ખાખરીયા પ્રવીણભાઈ માકડીયા કેશોદના ધારાસભ્ય જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ દિલીપભાઈ ગાંધી કિશોરભાઈ રાઠોડ વી ડી પટેલ હરસુખભાઇ ટોપિયા અરવિંદભાઈ વોરા વિજયભાઈ થાનકી પોરબંદર હિતેશભાઈ પંડ્યા પ્રકાશભાઈ ઉનડકટ માધવજીભાઈ પટેલ મનસુખભાઈ ખાખરીયા સહિત જુનાગઢ પોરબંદર રાજકોટ જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિજય સંકલ્પ સંમેલનમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં પોરબંદર લોકસભા સીટ જંગી બહુમતિથી ચુંટી કાઢવા માટે કાર્યકર્તાએ ભારત માતાની જયના નારા સાથે સંકલ્પ લીધો હતો.

(12:02 pm IST)