સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th March 2019

સાયલામાં પાક વિમા પ્રશ્ને ખેડુતો દ્વારા રેલી-આવેદન

વઢવાણ તા ૨૭ :  સુરન્દ્રનગર જિલ્લામાં પાક વિમાનો પ્રશ્ન ન ઉકેલાતા ખેડુતો રોષે ભરાયા છે. સાયલાના મેળાના મેદાનમાં ખેડુતોની બેઠક મળી હતી, આ બેઠકમાં તાલુકાભરમાંથી ઉમટેલા ખેડુતોએ છેલ્લા બે વર્ષથી વરસાદની ખેંચ, પાક નિષ્ફળ જવો, કુવા, બોરના પાણી તળ ઉંડા જવાથી શિયાળુ પાક ન લઇ શકાય તેવી સ્થિતી ખેડુતોને વિમાનું વળતર, સાયલા તાલુકાને અતિ અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા છતા ખેડુતોને કોઇ લાભ મળતો ન હોવાથી ખેડુતો મંડળીના  ધીરાણ, બેંક ધીરાણ પણ  ભરી શકે તેવી સ્થીતીમાં નથી. પાક વીમા જમીન માપણી અને સરકારની નીતીરીતી સહીત ખેડુતોને લગતા પ્રશ્નની ે ચર્ચા કરાઇ હતી.

ત્યારબાદ ખેડુત આગેવાન રૈયાભાઇ રાઠોડ, હરજીભાઇ પટેલ, પિન્ટુભાઇ જાડેજા, ડોડીયા રતનસિહ, પાલભાઇ આંબલીયા, ત્રિકમભાઇ પટેલ, કરશનભાઇ ભગત સહિતના આગેવાનોએ રેલી યોજી સાયલા મામલતદાર  જી.એમ.મહાવદીયાને આવેદન આપ્યું હતું,  જેમાં જણાવ્યું  હતું  કે , આગામી દિવસોમાં ખેડુતોના પ્રશ્નોનો સરકાર ઉકેલ નહીં લાવે તો તાલુકાના ખેડુતોએ ના છુટકે આંદોલન કરવાની ચીમકી પણ રજુઆતના અંતે ઉચ્ચારી હતી.

(12:01 pm IST)