સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th March 2019

હળવદ : ચુડામાં રબારી સમાજનો આઠમો સમુહ લગ્નોત્સવ : ૭૭ નવદંપતિના પ્રભુતામાં પગલા

હળવદ : ઝાલાવાડના ચુડા ખાતે રબારી સમાજનો આઠમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રબારી સમાજના ૭૭ઙ્ગ નવદંપતીઓ એઙ્ગ સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાપ્રભુતાના પગલા પાડયા હતા.  સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા ચુડા વસ્તડી રોડ પાસે આઠમો લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ૭૭ નવદંપતી એ પ્રભુતામાં પગલા પાડયાઙ્ગ આ રૂડા પ્રસંગે દુધરેજ વડવાળા મંદિર ના મહંત કણીરામબાપુ, દુધઈ વડવાળા મંદિરના મહંત રામ બાલકદાસબાપુ સહિતના સાધુ-સંતોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. રબારી સમાજમાં ચાલતા કન્યાવિક્રય દીકરીના પૈસા લેવા ના કુરિવાજો બંધ થવા ખૂબ જ જરૂરી છે આ સામાજિક ક્રાંતિ લાવી રબારી સમાજ માટે ખૂબ જરૂરી ગણાય છે. આ સમૂહ લગ્નના મુખ્ય દાતા ચુડા ના રબારી સમાજના ગેલાભાઈ કરમશીભાઈ બાર પરિવાર તેમજ ભોજન સમારંભ ના દાતા શિયાણીના રબારી સમાજના સ્વ નાથાભાઈ રત્નાભાઇ સાવધરીયા પરિવાર સહિતના અનેક રબારી સમાજના લોકોએ યોગ દાન આપેલો. આ સમૂહ લગ્ન પ્રસંગમાંઙ્ગ રાજકીય આગેવાનો સર્વશ્રી સૌરભભાઈ પટેલ, ધનજીભાઈ પટેલ, કિરીટસિંહ રાણા,  બાબાભાઈ ભરવાડ, શંકરભાઈ દલવાડી, પ્રકાશભાઇ સોની સહિતના તેમજ રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ. આ લગ્નને સફળ બનાવવા માટે સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા, ઉપપ્રમુખ રઘુભાઈ આલ તથા લાભુભાઈ આલ, મંત્રી ગેલાભાઈ બાર ,તથા દેવશીભાઈ પઢેરીયા, સહિતના રબારી સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : હરીશ રબારી, હળવદ)

(10:26 am IST)