સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th March 2019

સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી નવાજૂનીનાં એંધાણ :દેવજી ફતેપરા અને શામજી ચૌહાણ વચ્ચે બંધબારણે બેઠક : અપક્ષ તરીકે ઝુકાવશે !!

કોળી સમાજને બંને પાર્ટીએ અન્યાય કર્યો :સમાજ કહેશે તો અમે બંન્ને કોળી નેતાઓ મળીને અપક્ષ ચૂંટણી લડીશું.:શામજી ચૌહાણનો ધ્રુજારો

 

સુરેન્દ્રનગરના ભાજપનાં સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતા નારાજ થયા છે અને કોળી સમાજની બેઠક બોલાવી ભાજપ છોડવા સુધીનો નિર્ણય કરવા તૈયારી કરી છે. બીજી બાજુ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા શામજી ચૌહાણને પણ કોંગ્રેસથી નારાજ છે. ત્યારે તેમણે કહ્યું છે કે, તેઓ બે દિવસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે આજે બંન્ને કોળી સમાજનાં નેતાઓની બંધ બારણે બેઠક યોજાઇ હતી.

 

    બેઠક અંગે શામજી ચૌહાણને પૂંછતા તેમણે કહ્યું હતું કે, 'દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાશે કે નહીં તે અંગે અમારી કોઇ વાતચીત નથી થઇ. ભાજપ હોય કે કોંગ્રેસ તેઓ કોળી સમાજનાં નેતાઓને સાથે ઠાલા વચન આપે છે પરંતુ તે પુરા નથી કરતાં. એટલે અમે હવે અમારા સમાજને ભેગો કરીને તેમની સાથે બેઠક કરીશું અને જો તેઓ કહેશે તો અમે બંન્ને કોળી નેતાઓ મળીને અપક્ષ ચૂંટણી લડીશું.'

સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાએ એવો આરોપ મૂક્યો હતો કે,પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા અને ધનજી પટેલે ટિકીટ કપાવી છે. પૈસાના જોરે મુજપરાને ટિકીટ આપવામાં આવી છે. તેમણે ધનજી પટેલ પર આક્ષેપ કર્યોકે, તેમણે તેમના ભાણેજને બિઝનેસ કરવા મારો બંગલો ભાડે માંગ્યો હતો જે મે આપ્યો હતો ત્યારથી તેઓ મારી વિરુધ્ધમાં છે.

   આગામી દિવસોમાં કોળી સમાજની બેઠક મળશે તેમાં શુ નિર્ણય કરવો તે નક્કી કરવામાં આવશે. સમાજ કહેશે તો, હું ભાજપ પણ છોડી દઇશ. એટલુ જ નહીં,ભાજપના ઉમેદવારને હરાવવા તમામ પ્રયાસો કરીશ.બધુય સમાજ નક્કી કરશે

(12:41 am IST)