સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

ભાવનગર શહેરમાં ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૭૪ કેસો પૈકી ૩૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર: ભાવનગર જિલ્લામા આજરોજ ૧૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૭૪ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૪ સ્ત્રી મળી કુલ ૧૬ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
 જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૯ કેસ મળી કુલ ૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
 આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૭૪ કેસ પૈકી હાલ ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:27 pm IST)