સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

ગૌમાતાના લાભાર્થે આયોજીત રામા મંડળમાં પૂનમ ગોંડલીયાની જમાવટ

રાજકોટ : અમરેલી જીલ્લાના વડીયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે મધુવન ગૌશાળાના નવનિર્માણ અને ગૌમાતાના લાભાર્થે શ્રી ખોડીયારધામ હેડો ડુંગર મહંત શ્રી ભરતદાસ બાપુ ગોંડલીયાના સાનિધ્યમાં ખોડીયાર જયંતિ નિમિતે રામા મંડળનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જાણીતા લોકગાયક પૂનમ ગોંડલીયા અને કોમેડી કીંગ વીજુડીએ પણ જમાવટ કરી હતી.

(2:53 pm IST)