સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

ઉનામાં રોડક્રોસ કરવા જતા વૃધ્ધાને કારની હડફેટે ઇજા

(નીરવ ગઢીયા દ્વારા) ઉના,તા. ૨૭: એસટી બસ સ્ટેશન પાસે રોડક્રોસ કરવા જઇ રહેલ ત્યારે પુરપાટ આવતી કારે હડફેટે ચઢાવતા ઇજા થતા સારવાર માટે ખસેડાયેલ છે. એસટી બસ સ્ટેશન પાસે રોડ ક્રોસ કરવા જઇ રહેલ એક વૃધ્ધાને તે સમયે પુરપાટ આવતી કારે હડફેટ ચઢાવતા વૃધ્ધાન પગમાં ઇજા થઇ હતી. અકસ્માત સમયે લોકો એકઠા થઇ ગયા હતા અને વૃધ્ધાને હોસ્પિટલે ખસેડાયેલ હતા. કાર ચાલકે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા વૃધ્ધા હડફેટે ચઢી ગયેલ.

(11:28 am IST)