સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th February 2020

અમરેલીમાં બાળ કલ્યાણ સંસ્થાના કર્મીઓ માટે વર્કશોપ

અમરેલીઃ  જિલ્લા બાળ સુરક્ષા એકમ અમરેલી દ્વારા જિલ્લાની વિવિધ સંસ્થાઓના કર્મયોગીઓને બાળ કાયદાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં નિષ્ણાંતો દ્વારા જુવેનાઈલ જસ્ટીસ એકટ – ૨૦૧૫ અને ગુજરાત જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સ – ૨૦૧૯ના અમલીકરણ અંગે બાળ સંભાળ ગૃહો તથા વિવિધ સંસ્થાઓને રાજય સરકારની વિવિધ યોજનાઓ અને બાળ સુરક્ષાને લગતા કાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સંકલીત બાળ સુરક્ષા યોજના, સંસ્થા રજીસ્ટ્રેશન, સંસ્થાની જાળવણી તથા સંસ્થામાં ન્યુનતમ ધોરણો જાળવવા માટે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.  આ વર્કશોપમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ. કે. ભટ્ટ, ચાઇલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેનશ્રી પીયુષ ગોસાઇ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિશાલ જોષી, સંજય રાજકોટીયા, ભાવેશ ભાડ અને પિયુષ જોટંગીયા સહિતના સમાજ સુરક્ષા વિભાગના તમામ સ્ટાફમિત્રો અને વિવિધ સંસ્થાના કર્મયોગીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)