સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th February 2020

ફસાયેલી લિફટના દોરડાની ગુંચ ખોલતી વખતે જ લિફટ છટકી, પગ કપાઇ જતાં પ્રોૈઢનું મોત

શાપર વેરાવળમાં કારખાનામાં બનાવઃ મૃતક મુળ મધ્યપ્રદેશના વતની

રાજકોટ તા. ૨૭: શાપર વેરાવળમાં આવેલા હાઇટેક નામના કારખાનામાં મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના પ્રોૈઢનું વિચીત્ર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. માલની હેરફેર માટેની લિફટ ઉપર ફસાઇ ગઇ હોઇ તેના દોરડાની ગુંચ ખોલતી વખતે જ લિફટ છટકતાં પ્રોૈઢના પગ પર પડતાં પગ કપાઇ જતાં મોત નિપજ્યું હતું.

મુળ એમ.પી.ના રામશનય દશમંતભાઇ શાહુ (ઉ.૫૨) નામના મજૂર આ દૂર્ઘટનામાં ભોગ બન્યા હતાં. રાત્રે નવેક વાગ્યે તે કારખાનામાં કામ કરતાં હતાં ત્યારે માલની હેરફેર માટેની લિફટ ઉપરની તરફ ફસાઇ ગઇ હતી. તેના દોરડામાં ગુંચ થઇ ગઇ હોઇ  રામશનય ગુંચ કાઢી રહ્યા હતાં ત્યારે જ અચાનક લિફટ છટકીને આવી હતી અને રામશનયના પગ પર પડતાં કપાઇ ગયો હતો. ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે શાપર પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બનાવથી સાથી કર્મચારીઓ અને પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:30 am IST)