સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th February 2020

મોરબીમાં અકસ્માતમાં દાઝી ગયેલી પરણીતાનું સારવાર દરમિયાન મોત

પરણીતા કામ કરતી વેળાએ ગરમ પાણીમાં પડી જતા દાઝી ગઈ હતી

મોરબી વાકાનેર હાઇવે પર આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતી પરણીતા કામ કરતી વેળાએ ગરમ પાણીમાં પડી જતા દાઝી ગઈ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

બનાવની મળતી વિગત મુજબ મોરબી વાકાનેર હાઇવે પર આવેલી ડેલ્ટા સીરામીકમાં કામ કરતી પરિણીતા કાલીબેન કલુભાઇ ઠાકુર (ઉ.૨૧) ગત તારીખ ૯ ના રોજ કારખાનામાં કામ કરી રહી હતી ત્યારે અકસ્માતે ગરમ પાણીમાં પડી જતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

 

(1:10 am IST)