સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

ભાવનગરમાં કોરોનાથી બેના મોત: ૨૬૩ નવા કેસ નોંધાયા: ૬૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલ ભાવનગરમાં એક્ટીવ કેસ ૨,૩૮૪

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગર શહેરમાં કોરોનાથી આજે પણ બે દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે ૨૬૩ નવા કોરોના કેસ નોંધાયા છે. જાેકે ૬૨૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

આજે ભાવનગર શહેરમાં કોરોના પોઝીટીવ એક દર્દીનું મોત નિપજ્યું હતું જ્યારે ૧૬૧ પુરૂષો અને ૭૨ મહિલાઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે ૫૬૫ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ કોરોના પોઝીટીવ દર્દીનું મોત નિપજ્યું છે જ્યારે ૩૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમજ ૫૫ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. 
હાલ ભાવનગર માંએક્ટીવ કેસ ૨,૩૮૪  રહ્યા છે. જ્યારે આજે બે મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૩૧૪ થયો છે

(8:40 pm IST)