સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

જુનાગઢમાં શહીદ વિજય મોજીદ્રા-પ્રજાપતીની વિરતા અને સાહસની શૌર્યગાથાને બિરદાવી

જુનાગઢઃ શહીદ વિજય મોજીદ્રા (પ્રજાપતિ)ની વીરતા અને સાહસની શોર્યગાથા અનેરી છે. દેશનું ગૌરવ શહીદ વિજય મોજીદ્રા (પ્રજાપતિ) જેમણે સાલ ૧૯૯૩ દરમ્યાન ઓપરેશન રક્ષક દરમ્યાન કાશ્મીર બોર્ડર ઉપર આતંકવાદ સામે યુદ્ઘ વખતે દેશ માટે વીરગતી પામ્યા હતા અને તેમના આ સાહસ માટે રાષ્ટ્રપતિના હસ્તે શોર્યચક્રથી સન્માનિત થયેલ છે આ સન્માન માત્ર ગુજરાતમાંથી અત્યાર સુધી માત્ર બે આર્મીમેનને આપવામાં આવ્યું  છે. સાલ ૧૯૯૩ દરમ્યાન ઓપરેશન રક્ષક કાશ્મીર બોર્ડર ઉપર આતંકવાદ સામે યુદ્ઘ વખતે દેશ માટે વીરગતિ પામનાર રાષ્ટ્રપતિના હસ્તે  શોર્ય ચક્રથી સન્માનિત  શહીદ વિજય મોજીદ્રા (પ્રજાપતિ)ની જન્મજયંતિ અવસર પર તેમની વીરતા અને સાહસને બિરદાવાયું છે.  ૭૫ મા આઝાદી મહોત્સવ અંતર્ગત તારીખ ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસે  દેશના  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા  વર્ચ્યુઅલ માધ્યમ અને આર્મીના જવાનો હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ શોર્યચક્રથી સન્માનિત શહીદ વિજય મોજીદરા (પ્રજાપતિ) પરિવારજનોને તેમના નિવાસસ્થાને સલામી દ્વારા અને સન્માન મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન કાર્યક્રમમાં શ્રી કર્નલ રાજેશકુમારસિંહ શોર્ય ચક્ર અને સેના મેડલ કમાનડિગ ઓફિસર ૮ ગુજરાત NCC બટાલિયન જુનાગઢ સાથે તેમની બટાલિયન દ્વારા શહીદ વિજય મોજીદરાને પરેડ યોજી સલામી આપેલ. આ પ્રસંગે જૂનાગઢ કોર્પોરેશનના પૂર્વ મેયર ગીરીશભાઇ કોટેચા ઉપસ્થિત રહયા હતા. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:09 pm IST)