સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

અમરેલી જિલ્લાનું એક માત્ર એવું ગામ જ્યાં માત્ર યુવા અને શિક્ષીત ઉમેદવારની જ ગામ લોકો સરપંચ પદ માટે પસંદગી કરે છે

રાજુલા,તા. ૨૭ : તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીમાં જાફરાબાદ તાલુકાનું એક માત્ર એવું ગામ છે. જયાં ગઈ ટર્મમાં અમરેલી જિલ્લાના સૌથી ૨૮ વર્ષના યુવા અને M. A., B.ed  ગ્રેજયુએટ શિક્ષીત સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ ચૂંટાયા હતા.

જયારે તાજેતરમાઙ્ગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમનાઙ્ગ ૨૫ વર્ષીય ગ્રેજયુએટ પત્ની કૈલાસબેન ને બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે જંગી બહુમતીથીઙ્ગ વિજય થયા છે.

બાબરકોટ ગામના ઇતિહાસમા આવુ પહેલીવાર બન્યું છે કે કોઈ પતિ એ જ તેમના પત્નીને સરપંચ તરીકેનો ચાર્જ આપ્યો હોય.

કૈલાશબેન બાબરકોટ ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીમાં અમરેલી જિલ્લા માં સૌથી વધુ ૧૬૭૭ મતો લીડ મેળવનાર એક માત્ર પ્રથમ સરપંચ છે. સૌથી વધુ લીડ મેળવવાની સાથે સાથે ૧૦ વોર્ડ માંથી ૧૦ વોર્ડના તમામ સભ્યો વિજેતા થયા હતા.

સરપંચ શ્રીમતિ કૈલાસબેન દ્વારા જણાવ્યું હતું કે જે પ્રમાણે ગ્રામજનોએ મારા પર વિશ્વાસ મૂકી, ગામના લોકોની સેવા અને વિકાસ કરવાની તક આપી છે . એ અમે પુરી નિષ્ઠા અને પ્રામાણિકતા થી નિભાવશુ. અને આવનાર દિવસોમાં જે પ્રમાણે મારા પર વિશ્વાસ રાખીને ગામ લોકોએ મતોનો વરસાદ વરસાવી વિજેતા બનાવ્યા છે . એ પ્રમાણે અમો પણ આવનાર દિવસોમાં બાબરકોટ ગામના વિકાસ રૂપી વરસાદ વરસાવ છું. તેનો અમે સમસ્ત બાબરકોટ ગ્રામ પંચાયત સપૂર્ણ વિશ્વાસ આપીએ છીએ.ઙ્ગ સરપંચ શ્રીમતી કૈલાસબેન અનકભાઈ સાંખટ દ્વારા ગામના તમામ લોકોનો આભાર વ્યકત કર્યો હતો.

તદઉપરાંત બાબરકોટ ગ્રામ પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વાર બિનહરીફ ઉપસરપંચ પદે પાંચાભાઈ ભુપતભાઈ સાંખટ વરણી થતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાંચાભાઈ સાંખટ એ ૩૧૫ મતો માંથી ૨૭૭ મતો મેળવી ઇતિહાસ સજર્યો હતો. પાંચાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના તમામ સભ્યો એ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને ઉપસરપંચ બનાવ્યા છે એ બદલ ગ્રામ પંચાયતના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.

(1:14 pm IST)