સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

જામનગરના ગામડામાં ઠંડીથી બચવા તાપણાનો સહારો

 જામનગર : ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગરમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી કોલ્ડવેવની અસર વર્તાઇ રહી છે. માવઠા બાદ સૌરાષ્ટ્રમાં ઠંડીનો ફરી એક વાર રાઉન્ડ શરૂ થતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. જામનગરના ગ્રામ્ય  વિસ્તારમાં પણ ઠંડીથી રાહત મેળવવા લોકો તાપણાનો સહારો લઇ રહ્યા છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા પણ આવનારા બે ત્રણ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી કરાઇ છે. ત્યારે જ દરિયાકિનારે આવેલા જામનગર જિલ્લાના ગામડાઓમાં પડી રહેલ ઠંડીને કારણે જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. ત્યારે કડકડતી ઠંડીમાં જામનગર જિલ્લાના ગામડાઓની વાડીઓમાં ખેડૂતો રાત્રિના સમયે તાપણું કરી ઠંડી વચ્ચે રાહત મેળવી રહ્યા છેે. (અહેવાલ : મુકુંદ બદિયાણી  તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:35 pm IST)