સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

માણાવદર નજીકથી ૩૪૨૦ બોટલ દારૂ સહિત ૨૩.૯૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ૩ શખ્સોના રિમાન્ડની તજવીજ

ક્રાઈમ બ્રાન્ચની ટીમે કટીંગ કરતી વખતે ત્રાટકીને સપાટો બોલાવ્યો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૭ :. માણાવદરના ખખાવી ગામ તરફ જતા રોડ ઉપર નેહલગીરી આશ્રમની પાછળ ૩૪૨૦ બોટલ દારૂ સહિત રૂ. ૨૩.૯૩ લાખના મુદ્દામાલ સાથે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૩ શખ્સોને ઝડપી પાડયા છે.

પોલીસે એઝાઝ મહમદભાઈ હિંગોરા, ગામેતી (ઉ.વ. ૩૨) રહે. અગતરાય મસ્જીદ શેરી તા. કેશોદ, પરવિન સત્યવીર સાંગવાન, જાટ (ઉ.વ. ૨૯) રહે. ગુદાણા ગામ પો.સ્ટે. બાઢણા તા. ચરખીદારી જી. ભીવાની રાજ્ય હરીયાણા અને રવિન્દ્રકુમાર કૃષ્ણકુમાર રોહીલા, દરજી (ઉ.વ. ૩૦) રહે. હાસેનો ૧૩૦૪ દિનોદ રોડ પાસે બાલાજી કોલોની ભીવાની રાજ્ય હરીયાણાની ધરપકડ કરી છે.

આ કામગીરી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચા. પો. ઈન્સ. એચ.આઈ. ભાટી તથા પો. સ.ઈ. શ્રી ડી.જી. બડવા, પો.સ.ઈ. એ.ડી.વાળા તથા એ.એસ.આઈ. વિ.એન. બડવા તથા પો. હેડ કોન્સ. વાય. એસ. જાડેજા, વિ.કે. ચાવડા, નિકુલ એમ. પટેલ, જીતેષ એચ. મારૂ તથા પો. કોન્સ. ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોનારા, મયુરભાઈ કોડીયાતર તથા ડ્રા. પો. કોન્સ. જગદીશભાઈ ભાટુ તથા એસ.ઓ.જી. શાખાના ડ્રા. પો. હેડ કોેન્સ. બાબુભાઈ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:34 pm IST)