સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

પોરબંદરમાં ડબલ મર્ડર કેસમાં વધુ ર ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭ :  પોરબંદરમાં મકરસંક્રાંતિના દિવસે ડબલ મર્ડરની ઘટનામાં વધુ ર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરના આરોપીઓ હાજા લખમનભાઇ ઓડેદરા રહે-ઇન્દીરાનગર, રામ સવદાસભાઇ ચૌહાણ રહે. લક્ષ્મીનગરની ધરપકડ કરવામાં આવેલ છે.  આ બંન્ને શખ્સોના કોરોના ટેસ્ટ બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરાશે.

(12:33 pm IST)