સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

મોરબી જિલ્લામાં ટેસ્ટ ઘટતા કેસ પણ ઘટ્યા :નવા ૧૨૫ કેસ.

મોરબી જિલ્લામાં ૨૬૫ દર્દીઓ સાજા થયા : ૫ તાલુકાના મથકોમાં ૮૪ કેસ તો સામે ગ્રામ્ય વિસ્તારમાં ૪૧ કેસ.

મોરબી જિલ્લામાં ગઈકાલે જાહેર રજાનો દિવસ હોય, ટેસ્ટ ઘટતા કેસ પણ ઘટ્યા છે. આજે કોરોનાના નવા ૧૨૫ કેસ જ નોંધાયા છે. સામે સારા સમાચાર પણ આવ્યા છે જિલ્લાના ૨૮૫ દર્દીઓએ આજે કોરોનાને હરાવ્યો છે.
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે કુલ ૧૦૧૪ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૫ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ૫ તાલુકા મથકોમાં ૮૪ કેસ નોંધાયા છે. તો સામે ગ્રામ્યમાં ૪૧ કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક ઘટીને ૧૫૭૭ થયો છે.

(12:07 pm IST)