સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

ધ્રાંગધ્રામાં ધારિયુ ઝીંકી યુવાનની હત્યા

આંબેડકરનગર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલો ઝઘડો : અન્ય બે ને ઇજા : ચાર આરોપીની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૭ : ધ્રાંગધ્રામાં સામાન્ય બાબતે સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા થઇ છે. ગત મોડી રાત્રી દરમિયાન ધ્રાંગધ્રા આંમ્બેડકરનગર વિસ્તારમા ખાતે રહેતા ઉમેશભાઇ પ્રેમજીભાઇ પરમાર, રમેશભાઇ ખીમજીભાઇ તથા કૃણાલભાઇ સાથે અગાઉ મનદુખની લીધે સંકરભાઇ દુદાભાઇ પરમાર, વિનોદભાઇ દુદાભાઇ પરમાર, રાજુભાઇ ચતુરભાઈ પરમાર તથા કિશોરભાઇ ચતુરભાઈ પરમાર નામના ચાર શખ્સો દ્વારા ધારીયું, ધોકા તથા લોખંડના પાઇપ વતી હુમલો કર્યો હતો જેમા હુમલા દરમિયાન ઉમેશભાઇને માથાના ભાગે તથા લોખંડના પાઇપ, રમેશભાઇને માથાના ભાગે ધારીયું તથા નિઝામભાઇને માથાના ભાગે ધારીયા વડે ઇજ કરી તમામ ચાર શખ્સો ત્યાથી નાશી છુટ્યા હતા આ તરફ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પીટલ ખસેડી સારવાર શરુ કરી હતી જેમા વધુ પડતી ઇજા પામેલા કૃણાલભાઇ પરમારને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા ત્યારે યુવક નું મોત આજે વહેલી સવારે નિપજીયું છે.આ તરફ પોલીસને જાણ થતાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો છે.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ  પો.ઇન્સ. મિતલ ડી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એક ટીમ તૈયાર કરી જે ટીમ મા પો.હેડ.કોન્સ ને એ.ડી.ડોડીયા તથા પો.હે.કોન્સ. કે.ડી.પરમાર તથા પો.હે.કોન્સ. એમ.ડી.પરમાર તથા પો.કોન્સ. યુવરાજસિંહ સોલંકી તથા દશરથભાઇ ઘાંઘર તથા વિક્રમભાઇ રબારી તથા મહાવીરસિંહ રાઠાઙ્ખડ તથા અશોકભાઇ શેખાવા તથા બ્રિજરાજસિંહ ઝાલા તથા ગોવીંદભાઇ કા૨ેઠા તથા શકતિસિંહ સિંધવ વિગેરે પો.સ્ટાફ નાઓની ટીમ તૈયાર કરી અલગ અલગ બાતમીદારોથી હકીકત તેમજ હ્યુમન સોર્સની સાથોસાથ ટેકનીકલ સોર્સીસથી તપાસ કરતા આરોપીઓ ધ્રાંગધ્રા તાલુકા ના કોંઢ ગામ તરફ ગયેલ હોવાની માહીતી મળતા તુરંત જ સદરહુ ગામ તરફ જતા કોંઢ ગામ પાસે પહોંચતા ઉપરોકત આરોપીઓ પોતાના મો.સા. લઇને જતા હોય જેઓને ઓળખી જતા બન્ને મો.સા.ચાલકો ને ઉભા રાખી કોર્ડન કરી પકડી પાડી ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે લાવી.
(૧) શંકરભાઇ ઉર્ફે સલીમ દુદાભાઇ પરમાર (ર) વિનોદભાઇ દુદાભાઇ પરમાર (૩) રાજુભાઇ ચતુરભાઇ પરમાર (૪) કિશનભાઇ ઉર્ફે કિશોર ચતુરભાઇ પરમાર જાતે તમામ અનુ.જાતી રહે.આંબેડકરનગર ધ્રાંગધ્રા સામે કાર્યવાહી કરાઇ છે.
નાયબ પોલીસ અધીક્ષક આર.બી.દેવધા નાયબ પોલીસ અધિક્ષક  એસ.જે.પવાર, ધ્રાંગધ્રા વિભાગ તથા પો.ઇન્સ. મિત્તલ ડી.ચૌધરી તથા પો.હેડ.કોન્સ. એ.ડી.ડોડીયા તથા પો.હે. કોન્સ. કે.ડી.પરમાર તથા પો.હે.કોન્સ. એમ.ડી.પરમાર તથા શકિતસિંહ સિંધવ તથા ગોવીંદભાઇ કારેઠા તથા પો.કોન્સ, યુવરાજસિંહ સોલંકી તથા દશરથભાઇ ઘાંઘર તથા વિક્રમભાઇ રબારી તથા મહાવીરસિંહ રાઠોડ તથા અશોકભાઇ શેખાવા તથા બ્રિજરાજસિંહ ઝાલા એ રીતેની ટીમ દ્રારા અથાગ મહેનત કરી, હ્યુમન સોર્સથી તેમજ ટેકનીકલ સોર્સિસથી ગણતરીની કલાકોમા આરોપીઓને પકડી પાડેલ છે.


 

(11:45 am IST)