સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

વાંકાનેર સેવા સદનમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

પ્રાંત અધિકારીના હસ્‍તે ધ્‍વજવંદનઃ જવાનો અને કોરોના વોરિયર્સનું સન્‍માન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૭ :.. ૭૩માં ગણતંત્ર દિવસની ઉજવણી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી શ્રી સિરસીયાએ ધ્‍વજવંદન કરાવી સલામી લીધી હતી આ પ્રસંગે નાયબ મામલતદાર અને ઇન્‍ચાર્જ મામલતદારશ્રી પરમાર હાજર રહ્યા હતા કોર્ટના પટાંગણમાં ન્‍યાયધીશશ્રી રાણા એ ધ્‍વજવંદન કરાવી સલામી લીધી હતી.
પ્રાંત અધિકારશ્રીએ જણાવેલ કે હાલની કોરોનાની મહામારીમાં લોકોએ સાવધાન રહી અને સોશ્‍સીયલ ડીસ્‍ટન્‍સ જાળવી અને કોરોના વેકસીન લઇ આ બિમારીને નેસ્‍ત નાદુબ કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયતના પતિ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપના પ્રમુખ રતિલાલભાઇ, મંત્રી હિરાભાઇ, જીલ્લા ભાજપના મંત્રીશ્રી રસીકભાઇ વોરા, બક્ષીપંચ મોરચાના અમુભાઇ ઠાકરાણી, અમરશીભાઇ મઢવી પ્રજ્ઞેશભાઇ પટેલ સહિતના પોલીસ અધિકારી શ્રી જાડેજા તથા તેનો સ્‍ટાફ રેજન્‍યુના નાયબ મામલતદાર તથા રેવન્‍યુ કર્મચારીની હાજરીમાં જવાનોનું તથા કોરોના કાળમાં ફરજ બજાવતા લોકોનું સન્‍માન કરવામાં આવેલ હતું.
નામદાર ન્‍યાય કોર્ટના કમ્‍પાઉન્‍ડમાં નામદાર ન્‍યાયધીશ શ્રી રાણા એ ધ્‍વજવંદન કરાવી ભારતીય સવિદાના શપથ ગ્રહણ કરાવેલ. જેમાં અને ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદીયિક, લોકશાહી, પ્રજાસતાક, રાજય રચવા અને તેના તમામ નાગરીકોને ન્‍યાય સામાજીક આર્થિક રાજકિય સ્‍વતંત્રતા વિચાર વાણી ધર્મ અને પૂજા સમાનતા દરજજાની વાત કરી હતી.
આ પ્રસંગે નામદાર કોર્ટના સીવીલ જજ શ્રી પટેલ તથા બાર એસોસીએશનના પ્રમુખ અનિરૂધ્‍ધસિંહ ઝાલા તથા તેના સભ્‍યો અને નામદાર કોર્ટના સરકારી વકીલ તથા કોર્ટના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતાં. અને ૭૩માં ગણતંત્ર દિવસે સલામી ઝીલી હતી.

 

(10:26 am IST)