સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

ભાયાવદરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર તા. ર૭ :.. પાલિકા કક્ષાનો ૭૩મો પ્રજાસત્તાક દિન ડો. ડી. બી. વ્‍યાસ પ્રાદેશિક કમિશનર તેમજ અધિક કલેકટરશ્રી ચૌધરી, પાલિકા પ્રમુખ નયનભાઇ જીવાણી, ઉપપ્રમુખ બઘાભાઇ ખાંભલા ચીફ ઓફીસર આર. સી. દવે તેમજ મુખ્‍ય આગેવાનોની ઉપસ્‍થિતિમાં ઉજવાયો હતો.
આ કાર્યક્રમમાં પાલિકાનાં કર્મચારીશ્રીઓ મુકેશભાઇ ભોજાણી, યોગેશભાઇ ગોસ્‍વામી, તુષારભાઇ માકડીયા, અશ્વિનભાઇ પરમારનું સારી કામગીરી બદલ સમાન શ્રી ડો. ડી. બી. વ્‍યાસ, પ્રાદેશિક કમિશ્નર તેમજ પાલિકા પ્રમુખ નયનભાઇ જીવાણી, ઉપપ્રમુખ બઘાભાઇ ખાંભલા ચીફ ઓફીસર શ્રી આર. સી. દવેના હસ્‍તે કરવામાં આવ્‍યુ હતું.
આ કાર્યક્રમમાં ડો. ડી. બી. વ્‍યાસ પ્રાદેશિક કમિશનર પ્રાસંગિક પ્રવચન કરેલ અને ત્‍યારબાદ શ્રી ડો. ડી. બી. વ્‍યાસ પ્રાદેશિક કમિશનરની આગેવાનીમાં ભાયાવદર નગરપાલિકાના કર્મચારીશ્રીઓ તેમજ ભાયાવદર શહેરના લોકોએ કોરોના વાયરસની પ્રીકોઝોન ડોઝની રસી લેવડામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવેલ શહેરના લોકો તેમજ ગામના મુખ્‍ય આગેવાનોએ બહોળી સંખ્‍યામાં હાજર રહી ૭૩મા પ્રજાસત્તા દિનની ઉજવણી કરાઇ હતી.

 

(10:24 am IST)