માંગરોળના DYSP બારીયાને રેગ્યુલર પોસ્ટીંગ અંગે ટાઇટલ સોલ્ડર લગાવીને બિરદાવાયા
જુનાગઢ તા. ૨૭ : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષકને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના દોઢ બે વર્ષથી ફરજ બજાવતા અને હાલ માંગરોળ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી એવા અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક મિહિરકુમાર ડી.બારીયાને રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા મરીન, ગાંધીનગર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવેલ હતી.
આ અધિકારીને રેગ્યુલર નિમણૂક મળતા, તેઓને પીટીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની પરેડ સમયે પોલીસ ટ્રેનિંગ કોલેજના ડીઆઈજી આર.વી.પાંડોર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, આર.વી.ડામોર, સહિતના પોલોસ અધિકારીઓની હાજરીમાં જાહેરમાં પોતાની જાતે સોલ્ડર ઉપર રેગ્યુલર નાયબ પોલીસ અધિક્ષકના હોદ્દાના ત્રણ સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન કરીને, નિમણૂક હુકમ આપવામાં આવ્યો હતો. આ પ્રકારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, બહુમાન આપવામાં આવે એવા કિસ્સાઓ જવલ્લે જ જોવા મળે છે.
ઉચ્ચ અધિકારી અને જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવતા, પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી.