સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

બીલખા પાસે મોટર સાયકલ સ્લીપ થતાં સોની યુવાનનું મોત : પત્ની - પુત્રને ગંભીર ઇજા

મૃતક ત્રિપલ સવારીમાં જામનગર જતા'તા

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૨૭ : બીલખાના નવા પીપળીયા ગામ પાસેથી જામનગરના અમિતભાઇ કાન્તીભાઇ વિકમા (સોની) (ઉ.વ.૪૦) ગઇકાલે તેમના મોટરસાયકલ નં. જીજે૧૪સી-૦૨૨૭ ઉપર પત્ની ભાવનાબેન (ઉ.વ.૩૫) અને પુત્ર રવિ (ઉ.વ.૧૨) સાથે ત્રિપલ સવારીમાં જતા હતા.

ત્યારે નવા પીપળીયા ગામના અમિતભાઇએ બાઇક પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ થઇ ગયું હતું જેના કારણે ત્રણેય જણા ફંગોળાય ગયા હતા.

જેમાં અમિતભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ભાવનાબેન અને રવિને ગંભીર ઇજા થતા બંનેને ૧૦૮ મારફત જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મૃતક સોની યુવાન વિસાવદરના રૂપાવટી ગામના સુરેશભાઇ દેવકુભાઇ વિકમાની હોટેલમાં કર્મચારી હતા. અકસ્માતની જાણ થતાં તેઓ તુરંત જ દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડયા હતા.

આ અકસ્માત અંગે બીલખાના પી.એસ.આઇ. એમ.જી.ધામા વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.

(1:10 pm IST)