સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

અમરેલી સારથી કોમ્પ્લેકસ ૭રમાં પ્રજાસતાક પર્વની ઉજવણી

અમરેલી : લીલીયા રોડ પર આવેલ સારથી કોમ્પ્લેકસ દ્વારા કોમ્પ્લેકસના પ્રમુખ વર્ષિલ સાવલીયાના માર્ગદર્શન હેઠળ જાણીતા નિષ્ણાંત સિનિયર તબીબ ડો. હરીશ ગાંધીના વરદ હસ્તે ધ્વજવંદન કરીને સ્વતંત્ર ભારતનું ૭રમું પ્રજાસતાક પર્વ ઉજવાયું હતું. આ તકે મુ.મહેમાન પદે જાણીતા ડેન્ટીસ્ટ ડો. તુષાર બોરાણીયા, ડાયનેમિક ગ્રુપના પ્રમુખ પ્રા. હરેશ બાવીશી, ધારાશાસ્ત્રી જયકાંત સોજીત્રા, લે. પટેલ સમાજના આગેવાન નિમેષ બાંભરોલીયા, પ્રશાંત બાંભરોલીયા, સુરેશભાઇ, ભરતભાઇ ત્રાપસિયા વિ. ઉપસ્થિત રહયા હતા. સ્વાગત કોમપ્લેકના પ્રમુખ વર્ષિલભાઇ સાવલીયાએ કર્યુ હતુ તથા મુ. મહેમાન પદેથી ડો.હરીશ ગાંધી, પ્રા. હરેશ બાવીશી, જયકાંત સોજીત્રાએ ઉપસ્થિત સૌને શુભેચ્છા આપીને પ્રાઇવેટ કોમ્પ્લેકસમાં સોશિયલ ડિસ્ટન્સથી અનોખી રીતે ઉજવાયેલ ૭ર મુ પ્રજાસતાક પર્વ સૌના માટે યાદગાર રહેશે તેમ જણાવીને કોમ્પ્લેકસ તરફથી સૌ આમંત્રિતોને મો મીઠા કરાવ્યા હતા. (તસ્વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ - અમરેલી)

(1:08 pm IST)