સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

અમરેલીઃ યુનિવર્સિટીમાં અંગ્રેજીની બોર્ડ ઓફ સ્ટડીઝની સામાન્ય સભા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૭ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે સેનેટ હોલ ખાતે અંગ્રેજી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝની સાધારણ સભા સીનીયર પ્રાધ્યાપકશ્રી દિલીપભાઇ ભટ્ટના અધ્યક્ષ સ્થાને મળી હતી. અમરેલીના પ્રાધ્યાપક સહિતના અંગ્રેજી વિષયના વિનીયન, વાણીજય અને વિજ્ઞાન શાખાના પ્રાધ્યાપકશ્રીઓએ પોતાના મંતવ્યો  રજૂ કરીને સર્વાનુમતે ઠરાવો મંજૂર કરાયા હતાં.

પ્રા. ઇરોસ વાજાના માર્ગદર્શન તળે યોજાયેલ આ બેઠકમાં અમરેલીથી સૌ. યુનિવર્સિટી -રાજકોટના અંગ્રેજી વિષયમાં બોર્ડ ઓફ સ્ટડીઝમાં પ્રતિનિધિત્વ કરતા પ્રા. હરેશ બાવીસી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે ગોંડલના સીનીયર પ્રા. પંડયા, પ્રા. દવે પ્રા. ભેંસાણીયા, પ્રા. ઠાકર તથા સૌ. યુનિ. સંલગ્ન કોલેજોના વિનીયન, વાણીજય તથા વિજ્ઞાન શાખામાં અંગ્રેજીનો અભ્યાસ કરાવતા નિષ્ણાંત પ્રાધ્યાપકશ્રીઓએ પોત-પોતાના મંતવ્યો રજુ કરીને આગામી સેમેસ્ટર સફળતાપૂર્વક પુર્ણ કરી શકાય તે માટે ચિંતન કરીને સભાના ઠરાવોને બહાલી આપીને પુર્ણ કર્યા હતાં.

(1:08 pm IST)