સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

પોરબંદરમાં અમદાવાદથી ૪૦૦ કી.મી.ની દોડ લગાવીને આવેલા અમિત ભટ્ટાચાર્યનું પ્રજાસત્તાક દિને અભિવાદન

દિવ્યાંગોને પુરતો અભ્યાસ આર્થિક જરૂરીયાત અને તાલીમના સંદેશા સાથે ગાંધી જન્મ સ્થળ સુધી દોડ શરૂ કરેલ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭ :  દિવ્યાંગ વ્યકિતઓને પુરતો અભ્યાસ આર્થિક જરૂરીયાત તથા તાલીમ આપવાના સંદેશા સાથે અમદાવાદથી ૪૦૦ કિ.મી. દોડ કરીને પોરબંદર ગાંધી જન્મ સ્થળ ખાતે આવેલા અમિત ભટ્ટાચાર્યનું પ્રજાસત્તાક દિને બિરલા હોલમાં અભિવાદન કરવામાં આવ્યું હતું. આ દોડવીરનું દિવ્યાંગ બાળકોએ તિરંગા લહેરાવીને સ્વાગત કર્યુ હતું.

દોડવીર અમિત ભટ્ટાચાર્ય એવું માને છે કે દોડવાથી તેમને આનંદ, શાંતિ અને સંતોષનો અનુભવ થાય છે. માટે જ તેઓ આટલું દોડી શકયા છે. વર્ષ -ર૦૧રથી તેમણે દોડવાની શરૂઆત કરી અને ત્યાર પછી સર્વ પ્રથમ વર્ષ ર૦૧પ માં તેઓ ૧૦૦ કિલોમીટર દોડયા. ત્યારથી અત્યાર સુધી તેમણે પાછું વાળીને જોયું નથી. દર વષ્ર્ેો તેઓ આવા ઉતમ ધ્યેયને લક્ષમાં રાખી, લાંબો માર્ગ દોડીને પુરો કરે છે. બાકીના સમય દરમિયાન તેઓ નિયમિત વ્યાયામ કરી પોતાના શરીર અને મનને કસતા રહે છે. તેઓ કહે છે કે જયારે હું અમદાવાદથી માઉન્ટ આબુ સુધી દોડ્યો હતો ત્યારે મનમાં માત્ર એક જ ભાવ હતો કે આ પૃત્વી પર દરેક મનુષ્યના મનમાં અન્ય મનુષ્યને મદદરૂપ થવાનો પ્રેમ કરવાનો ભાવ જાગે હે ઇશ્વર તું દરેક મનુષ્યના મનમાં આવો ભાવ જગાળ જે. હું દોડતો રહ્યો અને મનમાં સતત આવી પ્રાર્થના ચાલુ રહી અને તેના ફળ સ્વરૂપે મારૃં શારીરિક બળ ટકી રહ્યુ અને દોડવાનો સંકલ્પ એવો ને એવો દ્રઢ રહ્યો કેમ જાણે ઇશ્વર સાક્ષાત મારામાં વસી રહ્યા હોય એવો ભાસ મને થતો હતો.

જો નાની ઉંમરે, આવા બાળકોની ચિકિત્સા થાય તો તેની વિકલાંગની ખબર પડે, તે બાળકની જરૂરીયાત અનુસાર સમયસર તેની કાળજી લેવાય. તેને એવા વિશેષ શિક્ષકોની નિશ્રામાં યોગ્ય તાલીમ અપાય જેથી તે મોટુ થતા સમાજમાં અન્ય સાથે વાતચીત કરી શકે, સમાજનું અભીળા અંગ બની શકે. અમુક બાળકો જેનો વિકાસ સારો હોય તેને મુખ્ય પ્રવાહની શાળામાં દાખલ કરી શકાય આ ડ્રીમ રન દ્વારા અમે રૂપિયા ૪ લાખ ભેગા કરવા ઇચ્છીએ છીએ. આ સમસ્ત ઘન રાશી આવા દિવ્યાંગ બાળકોની ઉપર ખર્ચવામાં આવશે. તેમ દોડવીરે જણાવેલ છે.

(1:05 pm IST)