સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

ગોંડલમાં ગાળો બોલવા પ્રશ્ને રીક્ષાચાલક સુનીલભાઈને માર માર્યોઃ બે સામે એટ્રોસીટી

રાજકોટ, તા. ૨૭ :. ગોંડલમાં ભગવતપરામાં સરકારી દવાખાના પાસે રીક્ષાચાલક યુવાનને બે શખ્સોએ માર મારી અપમાનીત કર્યાની પોલીસમાં ફરીયાદ થઈ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ સરકારી દવાખાના પાસે સુનીલભાઈ સોમાભાઈ સોલંકી રે. ભગવતપરા વાછરા રોડની રીક્ષામાં આરોપી સુનીલ ઉર્ફે સુધો દેવીપૂજક ગાળો બોલતા બોલતા બેસી જતા રીક્ષાચાલક સુનીલે આરોપી સુનીલને પોતાની રીક્ષામાંથી નીચે ઉતારી દેતા તેને ગાળો દેવા લાગતા રીક્ષાચાલક સુનીલે ગાળો દેવાની ના પાડતા આરોપી સુનીલે તેનુ બાવડુ પકડી કેબીન સાથે ભટકાડી ઈજા કરી હતી અને સુનીલ સાથેના કરણ સોલંકીએ પણ ઈંટનો ઘા મારી ઈજા કરી જાતિ પ્રત્યે અપમાનીત કરતા શબ્દો કહ્યા હતા.

આ અંગે ઈજાગ્રસ્ત રીક્ષાચાલક સુનીલની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે ઉકત બન્ને શખ્સો સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો.

(12:23 pm IST)