સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

ગોંડલમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર પકડાયા

એક મહિલા સહિત ત્રણ નાસી છૂટયા : સરકારી હોસ્પિટલ સામે પટ્ટમાં પોલીસનો દરોડો

રાજકોટ તા. ૨૭ : ગોંડલમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચારને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે એક મહિલા સહિત ત્રણ શખ્સો નાસી છૂટયા હતા.

ગોંડલમાં સરકારી હોસ્પિટલ સામે ખુલ્લા પટ્ટમાં નદીના ખાડામાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા સીટી પી.આઇ. એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. ડી.પી.ઝાલા તથા હેડ કોન્સ. જયદિપસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા હંસાબેન અજયભાઇ જેન્તીભાઇ સોલંકી, સોનલ અજય રાઠોડ, અજય સુરેશ રાઠોડ તથા પુજા વિજય પરમારને રોકડા રૂ. ૪૯૪૦૦ તથા ઘોડીપાસા નંગ-૨ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ રેઇડ દરમિયાન ગોપી કિશન, રાહુલ અશોક તથા આયુસી પરેશ નાસી છૂટતા ત્રણેયની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:18 pm IST)