સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

વાંકાનેર સેવા સદનમાં પ્રજાસતાક પર્વની ઉજવણી

વાંકાનેરઃ તાલુકા સેવા સદન ખાતે ૭રમાં પ્રજાસતાક દિનની ધામધુમથી ઉજવણીના આ પ્રસંગે ધ્વજવંદન બાદ મામલતદારશ્રી આર.આર.પાદરીયાએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે સમગ્ર વિશ્વમાં કોરોનાએ લોકોને ભીંસમાં લીધેલ જે કોરોનાને હરાવવા માટે આપણા વડાપ્રધાને વેકસીનને બનાવવા કમર કસી હતી જે વેકસીન આપણને   કોરાનાને નેસ્તનાબુદ હાલમાં જે વેકસીન ડોજ માટે દરેક લોકોને ડોઝ આપવાનું શરૂ કરેલ છે. જેની અસર જોવા મળી છે અને તેનો ફાયદો સમગ્ર દેશના લોકોને મળી રહયો છે. આ પ્રસંગે મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી રસીકભાઇ વોરા પીએસઆઇ જાડેજા, ગોવીંદભાઇ દેસાઇ, શ્રી રાણાભાઇ બાંભવા, શ્રી હરમા દિલીપ કલોથ, નાયબ મામલતદારશ્રી એ.બી.પરમાર, બી.એસ.પટેલ, હર્ષદ પરમાર, આર.એફ.ઓ. ટી.એન.દઢાણીયા, જે.એમ.ઝાલા તથા રેવન્યુ સ્ટાફે ધ્વજવંદનની સલામી બાદ સાંસ્કૃતીક તથા વૃક્ષારોપણ કરેલ. વાંકાનેર નામઘર કોર્ટ કંમ્પાઉન્ડ ખાતે સિવિલ જજશ્રી એ.આર.રાણા ના હસ્તે ધ્વજવંદન કરીને સલામી જીલી આ પ્રસંગે એડી. સીવીલ જજશ્રી પટેલ, બાર એસો.ના સુનીલ મહેતા, શ્રીમાકવાણી, શ્રી એજે તથા ઇબ્રાહીમભાઇ દલ પૌત્રા, ફારૂક ખોરજીયા, મુળ વીરસિંહ જાડેજા, શાહશ્રી હરીશભાઇ શેઠ, સરકારી વકીલ શ્રી દરજી તથા એ.એન.પટેલ, અનિરુધ્ધસિંહ ઝાલા અને મહીલા એડવોકેટ સાથે સીઓસી તથા હેડકલાર્ક ત્રણ કોર્ટના કર્મચારીઓએ સાથે મળીને ૭રમાં પ્રજા સતાકદિનની ઉજવણી કરી હતી. (તસ્વીરઃ અહેવાલઃ મહમદ રાઠોડ-વાંકાનેર)

(12:12 pm IST)